શનિ અને મંગળને ઉગ્ર ગ્રહ માનવામાં આવે છે. એપ્રિલ મહિનામાં લગભગ 30 વર્ષ બાદ મીન રાશિમાં ચાર ગ્રહોની યૂતિ બનવા જઈ રહી છે. 2 એપ્રિલે મંગળ મીન રાશિમાં પ્રવેશ કરી ચૂક્યા છે. ત્યારબાદ સૂર્ય, મંગળ અને શનિ સાથે ગોચર કરશે અને બુધ પણ ત્યાં હાજર રહેશે.
સૂર્ય, મંગળ અને શનિ સાથે ગોચર કરશે અને બુધ પણ ત્યાં હાજર રહેશે
જ્યોતિષ ગણતરી મુજબ 18 મહિના બાદ ગુરુની રાશિ મીનમાં મંગળે પ્રવેશ કર્યો છે. જ્યાં સૂર્ય, શનિ અને શુક્ર પહેલેથી જ સ્થિત છે. મંગળના ગોચરથી શનિ-મંગળ યોગ બનશે. આ બંને ગ્રહોને પાપ ગ્રહ માનવામાં આવે છે અને તેમની યૂતિને અશુભ માનવામાં આવે છે. જ્યોતિષ મુજબ આ યોગથી દેશ-વિશ્વમાં અપ્રિય ઘટનાઓ વધવાની શક્યતા છે.
મંગળને યુદ્ધનો કારક માનવામાં આવે
મંગળને યુદ્ધનો કારક માનવામાં આવે છે અને તે એક રાશિમાં લગભગ 45 દિવસ સુધી રહે છે. મંગળના ગોચર બાદ વૈશ્વિક રાજકારણમાં ફેરફાર અને તણાવ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અનેક દેશોમાં ચાલતી યુદ્ધ જેવી પરિસ્થિતિ વધુ તીવ્ર બની શકે છે.
14 એપ્રિલ સુધી મીન રાશિમાં મંગળ, શનિ અને સૂર્યની યૂતિ રહેશે
જ્યારે પણ શનિ અને મંગળની યૂતિ બને છે, ત્યારે વિશ્વમાં આંદોલન, જનવિદ્રોહ અને યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાય છે. આ યોગને ‘દ્વંદ્વ યોગ’ કહેવામાં આવે છે. શનિ શિસ્ત અને ન્યાયના દેવ છે, જ્યારે મંગળ અગ્નિ અને સાહસનું પ્રતિક છે. મીન રાશિ જળ તત્વની હોવાથી માનસિક અશાંતિ અને મતભેદ વધવાની શક્યતા રહે છે. આ સમય દરમિયાન સમુદ્રી તોફાન અથવા જળસંબંધિત કુદરતી આફતોની શક્યતા પણ વધે છે.
14 એપ્રિલ સુધી મીન રાશિમાં મંગળ, શનિ અને સૂર્યની યૂતિ રહેશે. ત્યારબાદ સૂર્ય મેષ રાશીમાં પ્રવેશ કરશે, પરંતુ 11 મે સુધી મંગળ અને શનિની યૂતિ ચાલુ રહેશે. આ ત્રણ ઉગ્ર ગ્રહોનો સંયોગ કેટલીક પરિસ્થિતિઓમાં ભયજનક પરિણામ આપી શકે છે.
ભારત માટે પણ આ સમય પડકારજનક બની શકે છે. મોંઘવારી, બેરોજગારી અને રાજકીય મુદ્દાઓને કારણે આંદોલન જેવી પરિસ્થિતિ ઉભી થઈ શકે છે. 4 એપ્રિલથી 25 મે દરમિયાન રાજકીય ઉથલપાથલ અને સ્કેન્ડલ વધવાની શક્યતા છે, જે સરકાર માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.
આ પણ વાંચો: Grah Gochar 2026: વૈશાખમાં એક સાથે 5 ગ્રહોનું ગોચર અનેક રાજયોગના રચાશે સંયોગ
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)