દિવસ હોય કે રાત, વર્ષો નહીં પરંતુ સદીઓથી અહીં અંતિમ સંસ્કારની અગ્નિ સતત પ્રજ્વલિત રહે છે. આ વાત દરેકના મનમાં પ્રશ્ન ઊભો કરે છે કે આખરે મણિકર્ણિકા ઘાટની આગ કેમ બુઝાતી નથી? તેના પાછળ ધાર્મિક માન્યતાઓ સાથે ઐતિહાસિક અને વ્યવહારિક કારણો પણ જોડાયેલા છે.
ધાર્મિક માન્યતા શું કહે છે?
પૌરાણિક કથાઓ અનુસાર મણિકર્ણિકા ઘાટનો સંબંધ ભગવાન શિવ અને માતા પાર્વતી સાથે છે. કહેવાય છે કે માતા પાર્વતીનું મણિકર્ણ (કાનનું કુંડળ) આ સ્થળે પડી ગયું હતું, તેથી આ ઘાટનું નામ મણિકર્ણિકા પડ્યું. એવી પણ માન્યતા છે કે ભગવાન શિવ અહીં મુક્તિદાતા તરીકે વિરાજમાન છે. જે વ્યક્તિનું અંતિમ સંસ્કાર મણિકર્ણિકા ઘાટ પર થાય છે, તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. તેથી અહીંની ચિતાની આગને મહાદેવની અગ્નિ માનવામાં આવે છે અને તેને બુઝાવવું અશુભ માનવામાં આવે છે.
સદીઓથી જલતી આગ
સ્થાનિક પંડા-પુરોહિતોના કહેવા મુજબ મણિકર્ણિકા ઘાટ પરની ચિતાની અગ્નિ હજારો વર્ષોથી પ્રજ્વલિત છે. એક ચિતાની આગથી બીજી ચિતાને પ્રજ્વલિત કરવામાં આવે છે. જો કોઈ કારણસર આગ ધીમી પડી જાય, તો તેને ફરી એ જ પવિત્ર અગ્નિથી પ્રગટાવવામાં આવે છે.
વ્યવહારિક કારણો પણ છે
મણિકર્ણિકા ઘાટ પર દરરોજ સેંકડો મૃતદેહોના અંતિમ સંસ્કાર થાય છે. બનારસમાં મૃત્યુને મોક્ષનું દ્વાર માનવામાં આવે છે, તેથી દેશ-વિદેશથી લોકો પોતાના સ્વજનોનું અંતિમ સંસ્કાર અહીં કરાવવા ઈચ્છે છે. સતત દાહ સંસ્કાર થતા રહેતાં અહીં આગ બુઝાવાનો અવસર જ મળતો નથી.
ઘાટનું અનોખું વાતાવરણ
આ ઘાટ જીવન અને મૃત્યુના સત્યને પ્રત્યક્ષ દર્શાવે છે. અહીં જલતી ચિતાઓ માનવ જીવન ક્ષણભંગુર છે અને અંત સર્વેને આવવાનું જ છે એવો સંદેશ આપે છે. મણિકર્ણિકા ઘાટની આગ ન બુઝાવાની પાછળ આસ્થા, પરંપરા અને વ્યવહારિક કારણોનો અનોખો સંગમ છે. આ કારણે આ ઘાટ માત્ર ધાર્મિક આસ્થાનું કેન્દ્ર જ નહીં, પરંતુ માનવ જીવનના સૌથી ઊંડા સત્યનું પ્રતિક પણ માનવામાં આવે છે.
આ પણ વાંચો: Iron Ring Astrology: શું લોખંડની અંગૂઠી પહેરવાથી શનિદેવનો પ્રકોપ થાય ઓછો?
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)