વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં મંગળ ગોચર કન્યા રાશિમાં થવાનું છે. મંગળનું કન્યા રાશિમાં જવાથી કિજકેતુ યોગ સમાપ્ત થઇ જશે અને મંગળ અને રાહુનો ષડાષ્ટક યોગ રચાઇ રહ્યો છે. રાહુ અને મંગળના આ યોગથી કેટલીક રાશિની મુશ્કેલીઓ વધશે
મીન રાશિ

વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં મંગળ ગોચર કન્યા રાશિમાં થવાનું છે. મંગળનું કન્યા રાશિમાં જવાથી કિજકેતુ યોગ સમાપ્ત થઇ જશે અને મંગળ અને રાહુનો ષડાષ્ટક યોગ રચાઇ રહ્યો છે. રાહુ અને મંગળના આ યોગથી કેટલીક રાશિની મુશ્કેલીઓ વધશે
મીન રાશિ
મીન રાશિના લોકો માટે ષડાષ્ટક યોગ હાનિકારક સાબિત થઈ શકે છે. કારણ કે મંગળનું ગોચર તમારી રાશિથી સાતમા ભાવમાં થવાનું છે. આ સમયે, વ્યવસાયમાં જૂની ભાગીદારીનો અંત આવી શકે છે. તમારા જીવનસાથી સાથે કોઈ બાબતને લઈને તણાવ થઈ શકે છે.આ સમયે રોકાણ કરવાનું ટાળો. ઉપરાંત, આ સમય દરમિયાન, તમારા પરિવારના સભ્યો સાથે કોઈ વાતને લઈને દલીલ થઈ શકે છે.
ધન રાશિ
આ યોગની રચના તમારામાટે હાનિકારક સાબિત થશે. કારણ કે મંગળ તમારી ગોચર કુંડળીથી દસમા ભાવમાં ગોચર કરવાનો છે. તેથી, તમારા કાર્યસ્થળ પર કોઈની સાથે દલીલ કે મુકાબલો કરવાનું ટાળો. ઓફિસ રાજકારણથી દૂર રહો, નહીં તો તમને નુકસાન થશે. અત્યારે નોકરી બદલવાનું પણ ટાળો. ઉપરાંત, છુપાયેલા દુશ્મનો તમને પરેશાન કરી શકે છે. તમારે વધુ મહેનત કરવી પડશે.
તુલા રાશિ
ષડાષ્ટક યોગ તમારા લોકો માટે પ્રતિકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે મંગળ તમારી રાશિથી 12મા ભાવમાં ગોચર કરશે. તેથી, આ સમયે તમારે કેટલાક બિનજરૂરી ખર્ચનો સામનો કરવો પડી શકે છે. જેના કારણે તમારું બજેટ બગડી શકે છે. આ સમય દરમિયાન તમારા ખોરાકનું ખાસ ધ્યાન રાખો કારણ કે તમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. તમે આ સમયે કોઈ બાબતને લઈને તણાવમાં હોઈ શકો છો.