28 જુલાઈએ એટલે કે આજે શ્રાવણના પહેલા સોમવારે સાંજે મંગળ સિંહ રાશિથી કન્યા રાશિમાં ગોચર કરશે અને ઉત્તરભારતમાં 29 જુલાઈએ નાગ પંચમીનો તહેવાર ઉજવવામાં આવશે. વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર, ગ્રહો સમયાંતરે રાશિ પરિવર્તન કરે છે. મંગળ આજે સાંજે 7:57 વાગ્યે કન્યા રાશિમાં ગોચર કરશે અને 17 સપ્ટેમ્બર સુધી કન્યા રાશિમાં રહેશે, ત્યારબાદ તે રાશિ બદલશે.
મેષ અને વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ ગ્રહોનો સેનાપતિ છે
મેષ અને વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ ગ્રહોનો સેનાપતિ છે અને ભૂમિ, મકાન, હિંમત, પરાક્રમ, રક્ત, કૌશલ્ય, ઉત્સાહ, યુદ્ધ વગેરેનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે મંગળ પોતાની રાશિ બદલે છે, ત્યારે તેની અસર મેષથી મીન રાશિ સુધીની તમામ 12 રાશિઓ પર પડે છે. આજે આપણે જે રાશિને આ ગોચરથી લાભ થશે તેની વાત કરીશુ.
મંગળનું ગોચર મેષ રાશિ પર પ્રભાવ
મંગળ ગ્રહ કન્યા રાશિમાં ગોચર કરી રહ્યા છે. મંગળ તમારી કુંડળીમાં આઠમાં ભાવના સ્વામી છે છઠ્ઠુ સ્થાન મંગળ ગ્રહનું છે. તમારા જીવનની સમસ્યા દૂર થશે. જીવનમાં સુખ શાંતિ અને સ્થિરતા આવશે. માનસિક અજંપો દૂર થશે. દરેક સમસ્યાનું સમાધાન મળશે. મુશ્કેલીમાંથી રસ્તો કાઢી શકશો. મન હળવુ થતા શાંતિ અને રાહત અનુભવશો.
મંગળનું ગોચર કર્ક રાશિ પર પ્રભાવ
કન્યા રાશિમાં મંગળનું ગોચર કર્ક રાશિના જાતકો માટે શાનદાર રહેશે. મંગળના શુભ પ્રભાવથી આત્મવિશ્વાસમાં વધારો થશે. દરેક કાર્યમાં સફળતા મળશે. યોજનાઓને સાકાર કરી શકશો. વિશ્વાસ વધશે. મુશ્કેલ પરિસ્થિતિમાંથી રસ્તો કરી શકશો. સ્વાસ્થ્ય સંભાળવુ. આવક વધતા જીવનના રસ્તાઓ સરળ બનશે.
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)