ઘણા ગ્રહોના ગોચરથી દેશ-દુનિયામાં તેની અસર જોવા મળી શકે છે. જ્યોતિષ દ્રષ્ટિએ મે મહિનો ખૂબ મહત્વનો માનવામાં આવે છે. કેટલાક રાશિઓ માટે આ સમય સકારાત્મક રહેશે, તો કેટલાક માટે પડકારજનક બની શકે છે.


2 મે – મંગળનું ગોચર

મંગળ 2 મેના રોજ મેષ રાશિમાં પ્રવેશ કરશે. મંગળને ઊર્જા, સાહસ અને એક્શનનો ગ્રહ માનવામાં આવે છે. આ ગોચરથી રૂચક રાજયોગ બનશે, જે શુભ માનવામાં આવે છે. લોકોમાં કામ કરવાની ઉર્જા વધશે, પરંતુ ગુસ્સો અને વિવાદ પણ વધી શકે છે.

7 મે – બુધનુ ગોચર

બુધ 7 મેના રોજ મેષ રાશિમાં પ્રવેશ કરશે. બુધ બુદ્ધિ, સંવાદ અને વેપારનો કારક છે. શરૂઆતમાં નિર્ણય ક્ષમતા વધશે, પરંતુ મધ્ય દરમિયાન ગેરસમજ અને વિલંબ થઈ શકે છે. અંતે પરિસ્થિતિ ફરી સામાન્ય બનશે.

14 મે – ગુરુનુ ગોચર

ગુરુ 14 મેના રોજ મિથુન રાશિમાં પ્રવેશ કરશે. આ ગોચર શિક્ષણ, કરિયર અને રોકાણ માટે શુભ માનવામાં આવે છે. આધ્યાત્મિક વૃદ્ધિ પણ જોવા મળશે.

15 મે – સૂર્યનું ગોચર

સૂર્ય 15 મેના રોજ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. આથી આત્મવિશ્વાસ અને નેતૃત્વ ક્ષમતા વધશે, પરંતુ આર્થિક નિર્ણયો વિચારપૂર્વક લેવા જરૂરી રહેશે.

18 મે – રાહુ-કેતુનુ ગોચર

રાહુ-કેતુ 18 મેના રોજ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. આ ગોચર અચાનક ઘટનાઓ અને માનસિક સ્થિતિમાં ફેરફાર લાવી શકે છે. ગેરસમજ અને કન્ફ્યુઝન વધવાની શક્યતા છે.

31 મે – શુક્રનુ ગોચર

 શુક્ર 31 મેના રોજ મેષ રાશિમાં પ્રવેશ કરશે. શુક્ર પ્રેમ, સૌંદર્ય અને વૈભવનો કારક છે. આ સમય સંબંધોને મજબૂત બનાવશે અને આકર્ષણ વધારશે, પરંતુ વધુ ખર્ચથી બચવું જરૂરી રહેશે.

આ પણ વાંચો: Vastu Tips: ઓશિકું કઇ દિશામાં રાખવુ જોઇએ? સુતા પહેલા જાણીલો વાસ્તુના નિયમ

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)


  • Follow us on: