જ્યોતિષ અને સામુદ્રિક શાસ્ત્ર મુજબ આ પર્વત બુદ્ધિ, વાણી, વ્યવસાય કુશળતા, તર્કશક્તિ અને સંચાર ક્ષમતાનું પ્રતિક માનવામાં આવે છે. કહેવાય છે કે જે વ્યક્તિનો બુધ પર્વત સંતુલિત અને ઉંચો હોય છે, તે તેજસ્વી બુદ્ધિ ધરાવતો અને વ્યવહારકુશળ હોય છે.

તો તે નેતૃત્વ ક્ષમતા, સારી કમ્યુનિકેશન સ્કિલ્સ અને વ્યવસાયમાં સફળતા મેળવે

જો બુધ પર્વત સ્પષ્ટ, ગોળ અને થોડો ઉંચો દેખાય, તો તે નેતૃત્વ ક્ષમતા, સારી કમ્યુનિકેશન સ્કિલ્સ અને વ્યવસાયમાં સફળતા મેળવવાની ક્ષમતા દર્શાવે છે. આવા લોકો માર્કેટિંગ, મીડિયા, લેખન, શિક્ષણ, વકીલાત અથવા બિઝનેસ જેવા ક્ષેત્રોમાં નામ અને પ્રસિદ્ધિ મેળવી શકે છે. તેમની વિચારશૈલી વ્યવહારુ હોય છે અને તેઓ તકનો યોગ્ય ઉપયોગ કરી શકે છે.

દબાયેલો પર્વત આત્મવિશ્વાસની કમી, નિર્ણય લેવામાં અચકાટ દર્શાવે

બીજી તરફ, જો બુધ પર્વત દબાયેલો હોય અથવા ખૂબ જ વધારે ઉંચો હોય, તો તે અલગ સંકેતો આપે છે. ખૂબ વધારે ઉંચો પર્વત ક્યારેક ચાલાકી અથવા સ્વાર્થની વૃત્તિ દર્શાવી શકે છે, જ્યારે દબાયેલો પર્વત આત્મવિશ્વાસની કમી, નિર્ણય લેવામાં અચકાશો અને સંચારમાં નબળાઈ સૂચવે છે.

બુધ પર્વત પર આવેલી રેખાઓ પણ મહત્વપૂર્ણ

બુધ પર્વત પર આવેલી રેખાઓ પણ મહત્વપૂર્ણ છે. સ્પષ્ટ અને સીધી રેખાઓ સફળતા અને સ્પષ્ટ વિચારશક્તિ બતાવે છે, જ્યારે તૂટેલી કે જાળ જેવી રેખાઓ માનસિક ગૂંચવણ અથવા ઉતાર-ચઢાવ દર્શાવે છે.

હસ્તરેખા નિષ્ણાતોના અનુસાર, જો બુધ પર્વત નબળો હોય તો લીલા રંગનો વધુ ઉપયોગ કરવો, બુધવારનું વ્રત રાખવું અથવા ભગવાન ગણેશ અને બુધ ગ્રહની ઉપાસના કરવી લાભદાયી માનવામાં આવે છે. તેમ છતાં, સાચી સફળતા મહેનત, સકારાત્મક વિચાર અને યોગ્ય નિર્ણય પર જ નિર્ભર રહે છે.

આ પણ વાંચો: Surya Grahan 2026: શનિની રાશિમાં વર્ષનું પહેલુ સૂર્યગ્રહણ, મેષ સહિત આ 3 રાશિની ખૂલી જશે કિસ્મત

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)