જ્યોતિષીઓ મુજબ, આ મહિને બુધ ચાર વખત નક્ષત્ર પરિવર્તન કરશે અને બે વખત રાશિ પરિવર્તન કરશે. પંચાંગ અનુસાર, 1 એપ્રિલે બુધ પૂર્વાભાદ્રપદ નક્ષત્ર માં પ્રવેશ કર્યો હતો. હવે 13 એપ્રિલે તે ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં ગોચર કરશે. ત્યારબાદ 22 અને 30 એપ્રિલે અનુક્રમે રેવતી અને અશ્વિની નક્ષત્રમાં પ્રવેશ કરશે. રાશિ પરિવર્તનની વાત કરીએ તો 11 એપ્રિલે બુધ મીન રાશિમાં જશે અને 30 એપ્રિલે મેષ રાશિમાં પ્રવેશ કરશે. ચાલો જાણીએ કે બુધની આ ચાલનો વિવિધ રાશિઓ પર શું પ્રભાવ પડશે.
વૃષભ રાશિ
વૃષભ રાશિના લોકો માટે આવકમાં વધારો થવાની સંભાવના છે. કાર્યસ્થળ પર તમારા પ્રયાસો સફળ થશે અને તમને સહકાર મળશે. રોકાણ માટે સમય સારો છે, ખાસ કરીને નિષ્ણાતોની સલાહથી પ્રોપર્ટીમાં રોકાણ કરવું ફાયદાકારક રહેશે. અટકેલા કામ પૂર્ણ થશે અને અટકેલું ધન પાછું મળશે. લાંબા સમયથી જે કામની રાહ જોઈ રહ્યા છો, તેમાં જલ્દી સફળતા મળશે. પરિવારમા સુખ-શાંતિ રહેશે.
મકર રાશિ
મકર રાશિ ના લોકો માટે આર્થિક સ્થિતિ મજબૂત બનશે. ધન અને સંપત્તિમાં વધારો થશે. વેપારમાં સારો નફો મળશે અને નોકરીમાં પ્રમોશન તથા ઇન્ક્રિમેન્ટ મળવાની શક્યતા છે. રોકાણ માટે પણ આ સમય અનુકૂળ છે. આત્મવિશ્વાસ અને ઊર્જા વધશે. પરિવારમા ખુશીઓનો માહોલ રહેશે.
કુંભ રાશિ
કુંભ રાશિ ના લોકો માટે નોકરી અને રોજગાર સંબંધિત શોધ પૂરી થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં પ્રમોશન અને પગારમાં વધારો થવાની શક્યતા છે. આ મહિને પિતૃ સંપત્તિથી લાભ મળી શકે છે. જો પ્રોપર્ટી અંગે કોઈ વિવાદ હોય તો તેનો નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે. લગ્નજીવન અને સંતાન સંબંધિત બાબતોમાં સુધારો થશે. પરિવારમા સારો સમન્વય જોવા મળશે અને પરિવારના સહકારથી મોટા નિર્ણયો લઈ શકશો.
આ પણ વાંચો : Religion: મંદિરની પરિક્રમા શા માટે કરવામાં આવે છે? જાણીલો પ્રદક્ષિણાનું મહત્ત્વ
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)