ત્યારબાદ 19 મે 2026, મંગળવારે બપોરે 2 વાગ્યાને 37 મિનિટે રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરશે. બુધ ગ્રહ 25 મે સુધી આ નક્ષત્રમાં ગોચર કરશે અને પછી મૃગશિરા નક્ષત્રમાં પ્રવેશ કરશે.

બુધ ગ્રહના રોહિણી નક્ષત્રમાં પ્રવેશ દરમિયાન 4 રાશિઓને વિશેષ લાભ મળશે. બુધ ગોચરના પ્રભાવથી આ ભાગ્યશાળી રાશિઓને માનસિક શાંતિ મળશે અને વેપારમાં લાભ થશે. આ ગોચર ચાર રાશિઓ માટે ખૂબ શુભ અને સકારાત્મક સાબિત થઈ શકે છે. તેમને આર્થિક રીતે સારો લાભ મળશે. ચાલો જાણીએ આ ચાર ભાગ્યશાળી રાશિઓ વિશે.

મિથુન રાશિ

બુધનું રોહિણી નક્ષત્રમાં ગોચર મિથુન રાશિના લોકો માટે આર્થિક રીતે શુભ સાબિત થશે. અટકેલા કામ પૂર્ણ થશે અને ધન બચાવવામાં સફળતા મળશે. તમારી વાણીનો પ્રભાવ વધશે. જો કોઈ કોર્ટ કેસમાં ફસાયેલા હોવ તો તેમાં સકારાત્મક નિર્ણય આવી શકે છે.

કર્ક રાશિ

કર્ક રાશિના લોકોને બુધના ગોચરથી સારા પરિણામ મળશે. અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે. કાર્યસ્થળ પર જવાબદારીઓ વધી શકે છે. સારી કમાણી કરવાની તક મળશે. પરિવારિક જીવન સુખમય રહેશે.

સિંહ રાશિ

સિંહ રાશિના લોકોના જીવનમાં સકારાત્મક બદલાવ જોવા મળશે. આવક વધવાથી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. જૂના કામમાં સફળતા મળી શકે છે.

તુલા રાશિ

તુલા રાશિના લોકોની સુખ-સમૃદ્ધિમાં વધારો થશે. બુધના રોહિણી નક્ષત્રમાં પ્રવેશથી મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. વેપાર કરતા લોકો માટે સમય ખૂબ સારો રહેશે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળવાની સંભાવના છે.

આ પણ વાંચો: Vastu Tips: ફ્રિજમાં ન રાખશો આ વસ્તુઓ, થઇ જશો કંગાળ

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)