મે મહિનાના અંતમાં ધનના કારક શુક્ર અને વેપાર તથા બુદ્ધિના કારક બુધદેવ મિથુન રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. જેના કારણે મિથુન રાશિમાં “લક્ષ્મી-નારાયણ રાજયોગ” બનશે. આ રાજયોગનો પ્રભાવ તમામ રાશિઓ પર પડશે, પરંતુ મિથુન, તુલા અને કન્યા રાશિના જાતકોને ખાસ લાભ મળશે.

શુક્ર ગ્રહ 14 મેના રોજ મિથુન રાશિમાં પ્રવેશ કરશે, જ્યારે 29 મેના રોજ બુધ ગ્રહ મિથુન રાશિમાં પ્રવેશ કરશે, જેના કારણે આ શુભ રાજયોગ બનશે. જ્યોતિષમાં શુક્રને ધન, વૈભવ, સુખ-સુવિધા અને દાંપત્ય જીવનનો કારક માનવામાં આવે છે, જ્યારે બુધ બુદ્ધિ, વ્યવસાય, તર્કશક્તિ અને અર્થતંત્રનો કારક છે. તેથી આ બંને ગ્રહોના સંયોગથી આર્થિક વૃદ્ધિ અને કરિયરમાં સફળતા મળવાના મજબૂત યોગ બને છે.

લક્ષ્મી-નારાયણ રાજયોગ શું છે?

જ્યારે બુધ અને શુક્ર એક જ રાશિમાં આવે છે ત્યારે આ રાજયોગ બને છે. આ યોગ વ્યક્તિને ધન, આકર્ષણ અને કરિયરમાં પ્રગતિ અપાવે છે.

આ રાશિઓને મળશે લાભ:

મિથુન રાશિ (Gemini):

આ રાજયોગ તમારી જ રાશિમાં બની રહ્યો હોવાથી સૌથી વધુ લાભ મળશે. કરિયરમાં નવી તકો મળશે, વેપારમાં નફો થશે અને અટકેલું ધન પાછું મળી શકે છે. વ્યક્તિગત આકર્ષણ વધશે અને માન-સન્માન મળશે. દાંપત્ય જીવન પણ સુખમય રહેશે. પરંતુ વધારે આત્મવિશ્વાસથી ખોટા નિર્ણય લેવાની શક્યતા રહે છે, તેથી સાવચેત રહો.

તુલા રાશિ (Libra):

આ રાજયોગ તમારા ભાગ્ય સ્થાનમાં બની રહ્યો છે. ભાગ્યનો સાથ મળશે, વિદેશ સંબંધિત કામોમાં સફળતા મળશે. નોકરીમાં પ્રમોશન અથવા નવી જવાબદારી મળી શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને પ્રવાસના યોગ બનશે. પરંતુ વૈભવી જીવનશૈલીના કારણે ખર્ચ વધી શકે છે અને સંબંધોમાં ગેરસમજ ઊભી થઈ શકે છે.

કન્યા રાશિ (Virgo):

આ સમય કરિયર અને વેપાર માટે શુભ છે. કાર્યક્ષેત્રમાં માન-સન્માન મળશે અને નવી સિદ્ધિઓ પ્રાપ્ત થશે. બિઝનેસમાં વૃદ્ધિ થશે અને ધનલાભના યોગ બનશે. બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે. પરંતુ માનસિક તણાવ અથવા ત્વચા સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.

આ રીતે લક્ષ્મી-નારાયણ રાજયોગ કેટલાક રાશિના જાતકો માટે સમૃદ્ધિ અને સફળતા લાવનાર સાબિત થશે, જો યોગ્ય રીતે તકનો લાભ લેવાશે તો જીવનમાં સકારાત્મક પરિવર્તન આવી શકે છે. 

આ પણ વાંચો: Shani Mangal Conjunction: મીન રાશિમાં અંગારક યોગ, આ રાશિએ ખુબ સંભાળવુ

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)