વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહો નિયત સમયમાં રાશિ બદલે છે. નક્ષત્ર પરિવર્તન કરે છે. જેની અસર દરેક રાશિના જાતકો પર કોઇને કોઇ રીતે જોવા મળ છે. ત્યારે યમ અને અરુણ આ બે ગ્રહો રાશિ પરિવર્તન કરવાના છે. જેની અસર ખાસ કરીને 3 રાશિ પર સારી જોવા મળવાની છે.
વૈદિક જ્યોતિષ અનુસાર, યમ હાલમાં મકર રાશિમાં છે. તે લગભગ 17 વર્ષ સુધી એક રાશિમાં રહે છે. તે કોઈને કોઈ ગ્રહ સાથે યુતિ અથવા જોડાણ કરતો રહે છે. તેવી જ રીતે, યમ ટૂંક સમયમાં અરુણ ગ્રહ સાથે યુતિ કરીને નવપંચમ રાજયોગ બનાવશે. પંચાગ અનુસાર 30 ઓગષ્ટે બપોરે 3 કલાકેને 30 મિનિટ પર અરુણ અને યમ એકબીજાથી 120 ડિગ્રી પર હશે. જેનાથી નવપંચમ રાજયોગનું નિર્માણ થાય છે.
વૃષભ રાશિ
- આ રાશિના લોકોની કુંડળીમાં યમ નવમા ભાવમાં અને અરુણ લગ્ન ઘર માં હાજર હોય છે.
- યમ-અરુણના નવપંચમ રાજયોગથી આ રાશિના લોકોને ઘણા ક્ષેત્રોમાં ફાયદો થઈ શકે છે.
- આ રાશિના લોકોને ભાગ્યનો સાથ મળી શકે છે.
- લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે.
- પૈસા સંબંધિત સમસ્યાઓમાં રાહત જણાશે.
- સંપત્તિમાં વધારો થશે. પૈસા બચાવવામાં સફળતા મળે.
- તમારો આત્મવિશ્વાસ અને નિર્ણય લેવાની ક્ષમતામાં પણ વધારો થશે.
- સામાજિક પ્રતિષ્ઠા વધશે અને નવી તકોના દરવાજા ખુલશે.
- જે લોકો કોઈ પ્રકારની યાત્રા, રોકાણ અથવા નવું કાર્ય શરૂ કરવા માંગે છે.
- પરિવાર સાથે સારો સમય પસાર થશે.
કન્યા રાશિ
- યમ-અરુણના જોડાણથી બનેલો નવપંચમ રાજયોગ આ રાશિ માટે ભાગ્યશાળી બની શકે છે.
- આ રાશિમાં યમ પાંચમા ઘરમાં છે અને અરુણ નવમા ઘરમાં છે.
- આ રાશિના લોકોને બાળકો તરફથી સારા સમાચાર મળી શકે છે.
- આ રાશિના લોકોનો લગાવ આધ્યાત્મિકતા અને ધર્મ તરફ વધી શકે છે.
- પૂજા, ધ્યાન અને ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેવાનો રસ વધશે.
- તમારા જીવનમાં માનસિક શાંતિ અને આધ્યાત્મિક સંતોષ આવશે.
- ઉચ્ચ શિક્ષણ મેળવવાનું સ્વપ્ન જોતા વિદ્યાર્થીઓ માટે આ સમય અનુકૂળ છે.
- તમને સખત મહેનત અને સમર્પણ સાથે યોગ્ય પરિણામો મળશે.
- નોકરી કરતા લોકો માટે આ સમયગાળો પ્રગતિ અને નવી તકોનો માર્ગ ખોલી શકે છે.
- સિનિયર તમારા કાર્યની પ્રશંસા કરશે અને પ્રમોશનની શક્યતાઓ બની શકે છે.
- નેગેટીવિટી અને હતાશા જેવી લાગણીઓ તમારા જીવનમાંથી દૂર થઈ શકે છે.
- પારિવારિક સંબંધોમાં સુમેળ વધશે જેથી પરિવારમાં સુખ અને શાંતિનું વાતાવરણ બનશે.
- જીવનમાં સંતુલન અને માનસિક સ્થિરતા અનુભવાશે.
- અચાનક નાણાકીય લાભ થવાની સંભાવના છે અને તમારા પ્રયત્નોથી આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે.
વૃશ્ચિક રાશિ
- આ રાશિના લોકો માટે, અરુણ-યમના સંયોજનથી બનેલ નવપંચમ રાજયોગ ખૂબ જ અનુકૂળ સાબિત થઈ શકે છે.
- આ રાશિના લોકો પોતાના વ્યક્તિત્વ અને આભામાં ખાસ ચમક લાવી શકે છે.
- આત્મવિશ્વાસ વધવાની સાથે આકર્ષણ વધશે.
- લોકો તમારા શબ્દો અને કાર્યથી પ્રભાવિત થઈ શકે છે.
- તમે તમારી છબી સુધારવામાં સફળ થઈ શકો છો.
- નાણાકીય સ્થિતિ પણ સારી રહેવાની છે.
- જીવનમાં નવી ખુશીઓ આવી શકે છે.
- ઘર અને પરિવારનું વાતાવરણ ખુશનુમા રહેશે અને તમને પ્રિયજનો સાથે સમય વિતાવવાની તક મળશે.
- સમાજમાં માન-સન્માન વધશે.
- નવા મિત્રો બની શકે છે.
- લાંબા સમયથી ચાલી રહેલી કોઈપણ સમસ્યાનો અંત આવી શકે છે.
(Disclaimer- આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષીઓ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ સ્ત્રોતોમાંથી એકત્રિત કરીને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય ફક્ત માહિતી પહોંચાડવાનો છે. અમે એટલે કે સંદેશ ન્યૂઝ ડિઝિટીલ ખાતરી આપી શકતા નથી કે તે સાચું અને સાબિત થયું છે. )