હાલમાં શારદીય નવરાત્રિ ચાલી રહી છે. નવરાત્રિનો પાંચમો દિવસ આજે, ગુરુવાર, 15 ઓક્ટોબર, 2026ના રોજ છે. પ્રેમ અને માતૃત્વના મૂર્ત સ્વરૂપ એવાં દેવી સ્કંદમાતાને વિદ્યાવાહિની, મહેશ્વરી અને ગૌરી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ સ્કંદ કુમાર, જેમને ભગવાન કાર્તિકેય તરીકે પણ ઓળખવામાં આવે છે તેમના માતા છે. જે તેમના ખોળામાં બિરાજમાન છે. 

પાંચમા નોરતે સ્કંધ માતાની પૂજા 

એવી માન્યતા છે કે દેવી સ્કંદમાતાની પૂજા કરવાથી બુદ્ધિમાં વૃદ્ધિ થાય છે, જ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને સંતાન પ્રાપ્તિના આશીર્વાદ મળે છે. આ ઉપરાંત તેઓ પોતાના ભક્તોના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને કલ્યાણ લાવે છે. કહેવાય છે કે માત્ર તેમની પૂજા કરવાથી, વ્રત રાખવાથી અને તેમની કથા સાંભળવા કે વાંચવાથી સંતાન સુખની પ્રાપ્તિ થઈ શકે છે. 

'સ્કંદમાતા' કેમ કહેવામાં આવે છે?

નવરાત્રિના પાંચમા દિવસે દેવી સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે. પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન શિવના પત્ની તરીકે, દેવીએ ભગવાન કાર્તિકેયને જન્મ આપ્યો હતો. 'સ્કંદ' એ ભગવાન કાર્તિકેયનું જ બીજું નામ હોવાથી, દેવી દુર્ગાના આ સ્વરૂપને 'સ્કંદમાતા' (સ્કંદના માતા) તરીકે ઓળખવામાં આવે છે.

દેવી સ્કંદમાતાનું કેવું હોય છે સ્વરૂપ ? 


દેવી સ્કંદમાતા ચાર ભુજાઓ ધરાવે છે. તેઓ સિંહ પર બિરાજમાન છે અને તેમના ખોળામાં ભગવાન કાર્તિકેય બિરાજમાન છે. તેમણે પોતાના બે હાથમાં કમળના ફૂલ ધારણ કરેલાં છે. તેમના મુખ પર સૂર્ય સમાન તેજ ઝળહળે છે. દેવી સ્કંદમાતાની પૂજા દરમિયાન ધનુષ-બાણ અર્પણ કરવા પણ શુભ માનવામાં આવે છે.


સ્કંદમાતાની પૂજા કેવી રીતે કરવી ? 


  • દેવી સ્કંદમાતાની પૂજા કરવા માટે નવરાત્રિના પાંચમા દિવસે સૂર્યોદય પહેલાં ઉઠો. સ્નાન કરો અને પૂજાના સ્થાનને સ્વચ્છ અને પવિત્ર કરો. 
  •  એક નાનકડા પાટલા (ચોકી) પર સ્વચ્છ લાલ કે પીળું વસ્ત્ર પાથરો અને તેના પર દેવીની મૂર્તિ અથવા તસવીર સ્થાપિત કરો. 
  • પૂજાના ભાગરૂપે ફળ, ફૂલ, મીઠાઈ, લવિંગ, એલચી, ધૂપ, દીવો, અક્ષત (આખા ચોખા) અને પાન જેવી સામગ્રી અર્પણ કરો. 
  • ઘી અથવા કપૂરનો દીવો પ્રગટાવીને આરતી કરો.
  •  પૂજા પૂર્ણ થયા પછી, અજાણતા થયેલી કોઈ પણ ભૂલ કે ક્ષતિ માટે ક્ષમા માંગતી પ્રાર્થના કરો અને ત્યારબાદ 'દુર્ગા સપ્તશતી' અથવા 'દુર્ગા ચાલીસા'નો પાઠ કરો.
  •  દેવીની કૃપાથી તમારી મનોકામનાઓ પૂર્ણ થશે.

વર્ષ 2026માં દેવી સ્કંદમાતાની પૂજા માટેના શુભ સમય (મુહૂર્ત):


  • અમૃત કાળ: રાત્રે 08:58 થી 10.45 સુધી
  • બ્રહ્મ મુહૂર્ત: સવારે 04.51 થી 05.39 સુધી
  • અભિજિત મુહૂર્ત: સવારે 11.49 થી બપોરે 12.35 સુધી
  • ગોધૂલિ મુહૂર્ત: સાંજે 05:47 થી 06:11 સુધી

દેવી સ્કંદમાતાને કયો ભોગ અર્પણ કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે?

નવરાત્રિના પાંચમા દિવસે, દેવી સ્કંદમાતાને કેળા અથવા કેળામાંથી બનાવેલી વાનગીઓ (જેમ કે ખીર, હલવો કે અન્ય મીઠાઈઓ) ભોગ તરીકે અર્પણ કરવામાં આવે છે.

નવરાત્રિના પાંચમા દિવસ માટે કયો રંગ શુભ માનવામાં આવે છે?

નવરાત્રિના પાંચમા દિવસે પીળા કે સફેદ વસ્ત્રો ધારણ કરવા શુભ માનવામાં આવે છે. આ દિવસે દેવી દુર્ગાને પીળા ફૂલ અર્પણ કરવા જોઈએ. એવું માનવામાં આવે છે કે પીળો રંગ દેવી સ્કંદમાતાને અત્યંત પ્રિય છે. પીળો રંગ સુખ અને શાંતિનું પ્રતીક છે; દેવીના આ સ્વરૂપના દર્શન કરવાથી મનને શાંતિ અને પ્રસન્નતા મળે છે.

દેવી સ્કંદમાતા માટેના મંત્રો:

એવું માનવામાં આવે છે કે પૂજા દરમિયાન દેવી સ્કંદમાતાને પ્રિય એવા મંત્રોનો જાપ કરવાથી ભક્ત પર દેવીના વિશેષ આશીર્વાદ વરસે છે અને તેમને પોતાની મનોકામનાઓ પૂર્ણ કરવામાં મદદ મળે છે

મૂળ મંત્ર- ઓમ દેવી સ્કન્દમતાય નમઃ

બીજ મંત્ર : ઓમ હ્રીં ક્લીમ સ્કન્દમતાય નમઃ

પ્રાર્થના (શ્લોક મંત્ર)

सिंहासनगता नित्यं पद्माश्रितकरद्वया।

शुभदास्तु सदा देवी स्कंदमाता यशस्विनी॥


સ્તુતિ મંત્ર 


या देवी सर्वभूतेषु माँ स्कंदमाता रूपेण संस्थिता।

नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥

સ્કંધમાતાની આરતી 


जय तेरी हो स्कंद माता। पांचवा नाम तुम्हारा आता।।

सब के मन की जानन हारी। जग जननी सब की महतारी।।

तेरी ज्योत जलाता रहूं मैं। हरदम तुम्हें ध्याता रहूं मैं।।

कई नामों से तुझे पुकारा। मुझे एक है तेरा सहारा।।

कही पहाड़ो पर हैं डेरा। कई शहरों में तेरा बसेरा।।

हर मंदिर में तेरे नजारे। गुण गाये तेरे भगत प्यारे।।

भगति अपनी मुझे दिला दो। शक्ति मेरी बिगड़ी बना दो।।

इंद्र आदी देवता मिल सारे। करे पुकार तुम्हारे द्वारे।।

दुष्ट दत्य जब चढ़ कर आएं। तुम ही खंडा हाथ उठाएं।।

दासो को सदा बचाने आई। ‘चमन’ की आस पुजाने आई।।