આજની એકાદશીને મહત્વની અને ફળદાયી ગણવામાં આવે છે. તમામ એકાદશીમાંથી આજને એકાદશી મોટી કહેવાય છે. તેને ભીમ એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવાનો દિવસ છે. 

આજે ભીમ અગિયારસ

ધાર્મિક માન્યતા મુજબ આ એક જ વ્રત આખા વર્ષ દરમિયાન આવતી તમામ એકાદશીના ઉપવાસનું આધ્યાત્મિક પુણ્ય પ્રાપ્ત કરે છે. તેનું મહત્વ શાસ્ત્રો અને પુરાણોમાં તેમજ મહાભારતમાં વર્ણવવામાં આવ્યું છે. દંતકથા અનુસાર, પાંડુના પુત્ર ભીમે વેદવ્યાસની સલાહ પર નિર્જળા એકાદશીનું વ્રત રાખ્યું હતું જેથી બધા એકાદશી ઉપવાસ સાથે સંકળાયેલું પુણ્ય પ્રાપ્ત થાય.

દીવો પ્રગટાવવાનું ખાસ મહત્વ 

આ દિવસે ભક્તો પાણી વગર રહે છે.  યોગ્ય વિધિ અનુસાર વિષ્ણુ ભગવાનની પૂજા કરે છે. એવુ માનવામાં આવે છે કે આ દિવસે પૂજા અને ઉપવાસ કરવાથી મૃત્યુ પછી મોક્ષની પ્રાપ્તિ થાય છે. પૂજા અને ઉપવાસની સાથે, આ દિવસે કેટલાક ખાસ ઉપાયો પણ કરવામાં આવે છે. તેમાંથી એક છે  દીવા પ્રગટાવવો.  ત્યારે આવો જાણીએ આજના દિવસે ક્યાં દિવો કરવો જોઇએ. 

આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજાની સાથે સાંજે મુખ્ય પ્રવેશદ્વાર, લક્ષ્મી મંદિર, પીપળાના ઝાડ નીચે અને ઈશાન ખૂણામાં દીવા પ્રગટાવવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સુખ, સમૃદ્ધિ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. 

નિર્જળા એકાદશીની સાંજે આ સ્થળોએ દીવા પ્રગટાવો:

મુખ્ય પ્રવેશદ્વાર

આજે સાંજે નિર્જળા એકાદશી પર તમારા ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર, ખાસ કરીને ઉંબરાની જમણી બાજુએ  (ઘરમાંથી બહાર નીકળતી વખતે) દીવો પ્રગટાવો. દીવો એવી રીતે મૂકો કે તેની જ્યોત દક્ષિણ તરફ હોય. આમ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશતી નથી.

લક્ષ્મી મંદિર

જો શક્ય હોય તો આજે લક્ષ્મી મંદિરમાં જાઓ અને દેવતાના ચરણોમાં દીવો પ્રગટાવો.

પીપળાના ઝાડ 

આજે સાંજે પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવો. પીપળાના ઝાડને ખૂબ જ પવિત્ર વૃક્ષ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર, પીપળાનું ઝાડ ત્રિદેવ - બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું નિવાસસ્થાન છે. એવું માનવામાં આવે છે કે આ ઝાડ નીચે દીવો પ્રગટાવવાથી મોટામાં મોટા સંકટ પણ દૂર થાય છે.

ઈશાન દિશા

આજે સાંજે તમારા પૂજા સ્થાન પર અથવા ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં, જેને  ઈશાન ખૂણા તરીકે ઓળખવામાં આવે છે. ત્યાં દીવો પ્રગટાવો. આમ કરવાથી દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે; તેમની કૃપાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને વિપુલતા આવે છે.


(Disclaimer- આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષીઓ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ સ્ત્રોતોમાંથી એકત્રિત કરીને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય ફક્ત માહિતી પહોંચાડવાનો છે. અમે એટલે કે સંદેશ ન્યૂઝ ડિઝિટીલ ખાતરી આપી શકતા નથી કે તે સાચું અને સાબિત થયું છે. )