વર્ષ 2026 એ અંકશાસ્ત્રની દ્રષ્ટિએ અત્યંત પ્રભાવશાળી વર્ષ સાબિત થવા જઈ રહ્યું છે. જ્યોતિષીઓ અને અંકશાસ્ત્રીઓના મતે, આ વર્ષે જન્મ લેનારા બાળકો વધુ ભાગ્યશાળી હશે. વર્ષ 2025 મંગળનું વર્ષ હતું જયારે વર્ષ 2026 સૂર્યનું વર્ષ છે. જે બાળકો આ વર્ષમાં જન્મ લેશે તેમના પર સૂર્ય દેવતાના આર્શીવાદ રહેશે. જ્યોતિષ શાસ્ત્ર અને અંકશાસ્ત્રમાં સૂર્યને ઉર્જા, આત્મવિશ્વાસ, નેતૃત્વ, તેજ અને પિતૃત્વનો કારક માનવામાં આવે છે. તેથી, 2026 માં જન્મેલા બાળકો સૂર્ય સમાન તેજસ્વી બનશે.


વર્ષ 2026 સૂર્યનું વર્ષ, બાળકો નસીબદાર

અંકશાસ્ત્રમાં વર્ષના તમામ અંકોનો સરવાળો કરીને તેનો 'મૂલાંક' કાઢવામાં આવે છે.  ગણતરી: 2 + 0 + 2 + 6 = 10 - 1 + 0 = 1 મુખ્ય અંક 1 છે. અંકશાસ્ત્રમાં 1 નંબરના સ્વામી સૂર્ય છે, જે ગ્રહોના રાજા ગણાય છે. આ બાળકો સૂર્ય સમાન તેજસ્વી થશે. જાણો વર્ષ 2026માં જન્મ લેનારા બાળકો કેમ નસીબદાર છે.

વર્ષ 2026માં જન્મેલા બાળકોમાં આ ગુણ હશે

અંકશાસ્ત્ર કહે છે કે સૂર્ય દેવતાના પ્રભાવને કારણે, આ વર્ષે જન્મેલા બાળકો જન્મથી જ નેતા હશે.  આ વર્ષમાં જન્મનારા બાળકોમાં પ્રબળ આત્મવિશ્વાસ અને સ્પષ્ટ વિચારધારા જોવા મળશે. આ બાળકો રચનાત્મક અને તેજસ્વી બુદ્ધિ ધરાવતા હશે. બાળકોમાં છળકપટ નહીં હોય તેઓ નિખાલસ અને નીડર સ્વભાવના હશે. પરંતુ વધુ પડતા આત્મવિશ્વાસને કારણે ઘમંડ આવી શકે એટલે બાળપણથી શિસ્ત પ્રમાણે માતાપિતાએ ઉછેર કરવો. તેમને સકારાત્મક દિશા આપવી જોઈએ અને ધીરજ અને સહનશીલતા કેળવવી જોઈએ.

સૂર્ય દેવતાનો પ્રભાવ, બાળકો તેજસ્વી બનશે

સૂર્યના પ્રભાવ હેઠળ જન્મેલા બાળકોમાં જન્મજાત તેજ અને આત્મવિશ્વાસ જોવા મળશે. આ વર્ષમાં જન્મેલા બાળકો ભીડમાં ચાલવાને બદલે ભીડનું નેતૃત્વ કરવાનું પસંદ કરશે. તેઓમાં નિર્ણય લેવાની અદભૂત ક્ષમતા હશે. તેઓ નાની ઉંમરથી જ પોતાના કામ જાતે કરવાના આગ્રહી હશે અને પડકારોથી ડરશે નહીં. ગ્રહોના રાજા સૂર્યની કૃપાથી તેમની સમજવાની અને શીખવાની શક્તિ ખૂબ જ ઝડપી હશે, જે તેમને અભ્યાસમાં આગળ રાખશે. સૂર્ય સત્તા અને સન્માનનો કારક છે. આથી, 2026માં જન્મેલા બાળકો વહીવટી સેવાઓ (IAS/IPS), રાજકારણ, બિઝનેસ મેનેજમેન્ટ અથવા એવા ક્ષેત્રોમાં ખૂબ સફળ થશે.


આ પણ વાંચો : Grah Gochar: 1,2 કે 3 નહી મકર રાશિમાં એક સાથે 5 ગ્રહોનો જમાવડો, આ રાશિને લાભ


(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)

  • Follow us on: