અંકશાસ્ત્ર અનુસાર, તમારી જન્મ તારીખના અંકોનો ઉમેરો કરીને એક અંક (1 થી 9) મેળવવામાં આવે છે, જેને મૂળાંક કહેવાય છે. માન્યતા મુજબ આ અંક તમારી વ્યક્તિગત શક્તિ અને આધ્યાત્મિક માર્ગ દર્શાવે છે. ભગવાન શિવના વિવિધ પ્રતીકો તમારા જન્મ અંક સાથે જોડાયેલા માનવામાં આવે છે.

અંકશાસ્ત્ર અનુસાર ભગવાન શિવજીના વિવિધ પ્રતીક

મૂળાંક 1

તમારા માટે ત્રિશૂળ શુભ પ્રતીક છે. તે નેતૃત્વ, હિંમત અને અવરોધો પર વિજયનું પ્રતીક

મૂળાંક 2

ડમરૂ યોગ્ય પ્રતીક છે. તે સમતુલન, સંગીત અને ભાવનાત્મક સંવેદનાનું પ્રતીક

મૂળાંક 3

શિવજીનું ત્રીજું નેત્ર શક્તિ અને જ્ઞાનનું પ્રતીક છે. તે અંતરદૃષ્ટિ અને આધ્યાત્મિક જાગૃતિ દર્શાવે

મૂળાંક 4

નંદી શુભ માનવામાં આવે છે. તે વિશ્વાસ, સમર્પણ અને ધીરજનું પ્રતીક

મૂળાંક 5

રુદ્રાક્ષ ઉત્તમ પ્રતીક છે. તે રક્ષણ અને માનસિક શાંતિ આપે

મૂળાંક 6

અર્ધચંદ્ર શુભ છે. તે પ્રેમ, સૌંદર્ય અને ભાવનાત્મક સંતુલનનું પ્રતીક

મૂળાંક 7

ગંગા માતા (શિવજીની જટામાંથી વહેતા ગંગા) આધ્યાત્મિક શુદ્ધતાનું પ્રતીક

મૂળાંક 8

શિવલિંગ શક્તિ અને પરિવર્તનનું પ્રતીક

મૂળાંક 9

વાસુકી નાગ નિર્ભયતા અને રક્ષણનું પ્રતીક

તમે તમારા જન્મ અંક મુજબ આ પ્રતીકને ધ્યાન, પૂજા અથવા આભૂષણ રૂપે અપનાવી શકો છો, જે જીવનમાં સકારાત્મક ઊર્જા અને આત્મિક શક્તિ વધારવામાં મદદરૂપ બને છે.

આ પણ વાંચો: Maha Shivratri 2026: કુંભ રાશિમાં ગ્રહોની ચોકડી, આ રાશિઓનો ગોલ્ડન ટાઇમ શરૂ

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)