અંકશાસ્ત્રમાં જન્મતારીખના આધારે વ્યક્તિના મૂળાંકની ગણતરી કરવામાં આવે છે. માન્યતા અનુસાર મૂળાંક દ્વારા વ્યક્તિના સ્વભાવ, આદતો, વિચારવાની રીત અને જીવનના અનેક પાસાં વિશે જાણકારી મેળવી શકાય છે. દરેક વ્યક્તિનો એક મૂળાંક હોય છે અને તેના આધારે તેના વ્યક્તિત્વની કેટલીક વિશેષતાઓ સમજવાનો પ્રયાસ કરવામાં આવે છે.

અંકશાસ્ત્ર અનુસાર કેટલાક મૂળાંક એવા છે, જેમના લોકો સાથે મિત્રતા કે સંબંધ લાંબા સમય સુધી મજબૂત રહી શકે છે. આવા લોકો સારા મિત્ર હોવાની સાથે વિશ્વાસપાત્ર પણ માનવામાં આવે છે. તેઓ પોતાના સંબંધોને ખૂબ મહત્વ આપે છે અને મુશ્કેલ પરિસ્થિતિમાં પણ પોતાના નજીકના લોકોનો સાથ છોડતા નથી. જોકે જો કોઈ તેમની સાથે વિશ્વાસઘાત કરે તો તેઓ તે વાત સરળતાથી ભૂલી શકતા નથી. ચાલો જાણીએ આવા ત્રણ મૂળાંક વિશે.

મૂળાંક 1

અંકશાસ્ત્રમાં મૂળાંક 1નો સંબંધ સૂર્ય સાથે માનવામાં આવે છે. સૂર્યને જીવન, ઊર્જા, આત્મવિશ્વાસ અને શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. તેથી મૂળાંક 1ના લોકોમાં નેતૃત્વ કરવાની ક્ષમતા સારી હોવાનું માનવામાં આવે છે.

આ મૂળાંકના લોકો આત્મવિશ્વાસુ અને પોતાના નિર્ણયોને લઈને સ્પષ્ટ હોઈ શકે છે. તેઓ જીવનમાં આગળ વધવાની ઈચ્છા ધરાવે છે અને જવાબદારી લેવાનું પસંદ કરે છે. મિત્રતા કે સંબંધોમાં પણ તેઓ વિશ્વાસ અને સન્માનને મહત્વ આપે છે. જો તેમની સાથે ઈમાનદારીથી વર્તન કરવામાં આવે તો તેઓ લાંબા સમય સુધી સંબંધ નિભાવવાનો પ્રયાસ કરે છે.

મૂળાંક 8

મૂલાંક 8નો સંબંધ શનિ ગ્રહ સાથે માનવામાં આવે છે. આ કારણે આ મૂળાંકના લોકો મહેનતુ, ધીરજવાન અને ગંભીર સ્વભાવના હોવાનું કહેવાય છે. તેઓ કોઈપણ કામમાં સતત પ્રયત્ન કરતા રહે છે અને સરળતાથી હાર માનતા નથી.

મૂલાંક 8ના લોકો માટે ઈમાનદારી અને વિશ્વાસનું વિશેષ મહત્વ હોય છે. તેઓ દરેક વ્યક્તિ પર તરત વિશ્વાસ કરતા નથી, પરંતુ એકવાર કોઈને પોતાનો માની લે પછી મુશ્કેલ સમયમાં પણ તેનો સાથ આપવાનો પ્રયાસ કરે છે.

પરંતુ જો કોઈ વ્યક્તિ તેમની સાથે દગો કરે અથવા જાણતા-અજાણતા તેમને મોટું નુકસાન પહોંચાડે તો તેઓ તે વ્યક્તિથી કાયમ માટે અંતર બનાવી શકે છે. તેથી આવા લોકો સાથે સંબંધોમાં પારદર્શિતા અને ઈમાનદારી રાખવી જરૂરી માનવામાં આવે છે.

મૂળાંક 9

અંકશાસ્ત્રમાં મૂળાંક 9નો સ્વામી મંગળ ગ્રહને માનવામાં આવે છે. મંગળને સાહસ, શક્તિ, પરાક્રમ અને ઉત્સાહ સાથે જોડવામાં આવે છે. તેથી મૂળાંક 9ના લોકો નિર્ભય, ઉર્જાવાન અને હિંમતવાન સ્વભાવના હોવાનું માનવામાં આવે છે.

આ લોકો બહારથી કઠોર, ગુસ્સાવાળા અથવા ગંભીર દેખાઈ શકે છે, પરંતુ અંદરથી તેમનું હૃદય ખૂબ જ સાફ હોવાનું કહેવાય છે. પોતાના મિત્રો અને નજીકના લોકો માટે તેઓ ખૂબ લાગણીશીલ હોય છે. તેઓ સંબંધોમાં સાચી લાગણી અને વિશ્વાસને મહત્વ આપે છે.

જો કોઈ વ્યક્તિ તેમની સાથે વિશ્વાસઘાત કરે તો તેઓ તેને સહેલાઈથી સ્વીકારી શકતા નથી. પરંતુ જે લોકો તેમની સાથે સાચા અને ઈમાનદાર રહે છે, તેમના માટે મૂળાંક 9ના લોકો જરૂર પડે ત્યારે મજબૂત ઢાલ બનીને ઊભા રહે છે.

અંકશાસ્ત્રની આ માન્યતાઓ પરંપરાગત જ્યોતિષીય અને અંકશાસ્ત્રીય વિચારો પર આધારિત છે. વ્યક્તિનું વાસ્તવિક વ્યક્તિત્વ તેના ઉછેર, અનુભવ અને પરિસ્થિતિઓ સહિત અનેક બાબતો પર આધાર રાખે છે.

આ પણ વાંચો: Shani Dev: 2027માં વૃષભ રાશિ પર શરૂ થશે શનિની સાડાસાતી, ખર્ચથી લઈને કરિયર સુધી પડશે અસર

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)