આવા લોકો પોતાની લાગણીઓ ખુલ્લેઆમ વ્યક્ત કરી શકતા નથી. અંક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જીવનમાં આવતો દરેક અંક કોઈ ને કોઈ સંકેત આપે છે. તે વ્યક્તિના સ્વભાવ અને વ્યક્તિત્વ વિશે ઘણું કહે છે. જેમ કે કેટલાક મૂળાંકવાળા લોકોનો સ્વભાવ નાળિયેર જેવો માનવામાં આવે છે.

નાળિયેર જેવા સ્વભાવવાળા લોકો

કેટલાક લોકો બહારથી ખૂબ જ કડક દેખાય છે, પરંતુ અંદરથી ખૂબ જ ભાવુક અને દયાળુ હોય છે. તેઓ પાસે લાગણીઓનો ખજાનો હોય છે, પરંતુ પોતાની ભાવનાઓ વ્યક્ત કરવામાં નબળા હોય છે.

કયો છે આ મૂળાંક?

જે લોકોનો જન્મ કોઈપણ મહિનાની 9, 18 અથવા 27 તારીખે થયો હોય, તેમનો મૂળાંક 9 ગણાય છે. આ લોકો પર મંગળ ગ્રહનો પ્રભાવ હોય છે. તેઓ બહારથી મજબૂત અને અંદરથી ખૂબ જ દયાળુ સ્વભાવના હોય છે.

ગુસ્સાવાળા પણ જલ્દી શાંત થનારા

મંગળના પ્રભાવને કારણે આવા લોકોને જલ્દી ગુસ્સો આવે છે, પરંતુ એટલી જ ઝડપથી તેમનો ગુસ્સો શાંત પણ થઈ જાય છે. તેમનું હૃદય ખૂબ જ કોમળ હોય છે અને તેઓ બીજાની મદદ કરવાનું પસંદ કરે છે.

કામ અને કરિયરમાં સફળતા

મૂળાંક 9 વાળા લોકો મહેનતુ અને જિદ્દી સ્વભાવના હોય છે. તેઓ પડકારોથી ડરતા નથી. સેનામાં, પોલીસમાં, રમતગમત, રાજકારણ અથવા સામાજિક ક્ષેત્રોમાં તેઓ સારું પ્રદર્શન કરે છે. તેમની અંદર નેતૃત્વ કરવાની ક્ષમતા ખૂબ સારી હોય છે.

આ પણ વાંચો: Mangal Nakshatra Parivartan : મંગળનું રેવતીમાંથી અશ્વિની નક્ષત્રમાં ગોચર, આ રાશિને થશે લાભ

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)