ઘણા લોકો સંબંધોમાં આવતી મુશ્કેલીઓને માત્ર નસીબ અથવા પરિસ્થિતિ સાથે જોડે છે, પરંતુ ન્યુમરોલોજી મુજબ તેમાં મૂળાંકની ઊર્જા અને ગ્રહોનો પણ મહત્વનો પ્રભાવ હોય છે. આ કારણે કેટલાક લોકો સંબંધોમાં સ્થિર રહી શકતા નથી, વારંવાર નિર્ણય બદલતા રહે છે અથવા ભાવનાત્મક ઉતાર-ચઢાવમાંથી પસાર થાય છે.
મૂળાંક 1નો સ્વભાવ
મૂળાંક 1 સૂર્ય સાથે જોડાયેલો છે. આ લોકો આત્મવિશ્વાસી, મહત્ત્વાકાંક્ષી અને નેતૃત્વ ક્ષમતા ધરાવતા હોય છે. પરંતુ સંબંધોમાં તેમનો ઈગો સમસ્યા ઊભી કરી શકે છે. તેઓ પોતાને હંમેશા સાચા માનતા હોવાથી પાર્ટનરથી દૂર થઈ શકે છે અને ક્યારેક સંબંધમાં હોવા છતાં માનસિક રીતે અલગ પડી જાય છે.
મૂળાંક 3નું વર્તન
મૂળાંક 3 ગુરૂ સાથે સંબંધિત છે. આ લોકો બુદ્ધિશાળી અને સમજદાર હોય છે, પરંતુ સંબંધોમાં વધુ અપેક્ષાઓ રાખે છે. જ્યારે સામેનો વ્યક્તિ તેમની અપેક્ષા પૂરી નથી કરતો, ત્યારે તેઓ નિરાશ થઈને ધીમે ધીમે દૂર થવા લાગે છે. ક્યારેક તેઓ નવો રસ્તો પસંદ કરે છે, જે સંબંધોમાં અસ્થિરતા લાવે છે.
મૂળાંક 5ની પ્રવૃત્તિ
મૂળાંક 5 બુધ સાથે જોડાયેલો છે. આવા લોકો ચંચળ અને વાતૂની સ્વભાવના હોય છે. તેમને એક જ સંબંધમાં લાંબા સમય સુધી બંધાઈ રહેવું મુશ્કેલ લાગે છે. તેઓ નવા અનુભવ અને બદલાતા વાતાવરણ તરફ આકર્ષાય છે, જેના કારણે સંબંધોમાં સ્થિરતા ઓછી જોવા મળે છે.
મૂળાંક 6નું આકર્ષણ
મૂળાંક 6 શુક્રસાથે જોડાયેલો છે, જે પ્રેમ અને સુંદરતાનો કારક છે. આ લોકો ખૂબ રોમેન્ટિક અને આકર્ષક હોય છે. પરંતુ ઘણીવાર તેઓ ભાવનાઓ અને આકર્ષણ વચ્ચે સંતુલન રાખવામાં નિષ્ફળ જાય છે, જેના કારણે તેમના જીવનમાં એકથી વધુ સંબંધોની શક્યતા ઉભી થઈ શકે છે. છતાં, તેઓ પરિવાર અને પાર્ટનર પ્રત્યે લાગણીશીલ રહે છે, પરંતુ ભાવનાત્મક ગૂંચવણ તેમને મુશ્કેલીમાં મૂકી શકે છે.
આ પણ વાંચો: May Born Personality: મે મહિનામાં જન્મેલા લોકોમાં હોય જાદુઇ ખુબી, સફળતા પગમાં આળોટે
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)