આ મૂળાંકના આધારે વ્યક્તિના સ્વભાવ, વ્યક્તિત્વ, વિચારસરણી અને સંબંધો વિશે ઘણી બાબતો જાણી શકાય છે. અંકશાસ્ત્રમાં કેટલાક મૂળાંક એવા માનવામાં આવે છે કે જેના જાતકો મિત્રતા નિભાવવામાં ખૂબ જ વિશ્વાસુ અને ઈમાનદાર હોય છે.

જો કોઈ વ્યક્તિનો જન્મ 25મી તારીખે થયો હોય તો તેનો મૂળાંક 7 (2+5 = 7) બને છે. તેવી જ રીતે મહિનાની 2, 11, 20 અને 29 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 2 ગણાય છે. મૂળાંક 2નો સ્વામી ગ્રહ ચંદ્ર છે. ચંદ્રના પ્રભાવને કારણે આવા લોકો સંવેદનશીલ, લાગણીશીલ અને સંબંધોને મહત્વ આપનારા હોય છે.

મૂળાંક 2ના લોકો મિત્રતામાં હોય છે સૌથી વિશ્વાસુ

અંકજ્યોતિષ મુજબ મૂળાંક 2ના લોકો ખૂબ જ કેરિંગ અને દયાળુ સ્વભાવ ધરાવે છે. તેઓ પોતાના મિત્રોનું સુખ-દુઃખ સમજે છે અને દરેક પરિસ્થિતિમાં તેમની સાથે ઉભા રહેવાનો પ્રયાસ કરે છે. તેમના માટે મિત્રતા માત્ર એક સંબંધ નથી, પરંતુ જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે.

આ લોકો મિત્રતા દિલથી નિભાવે છે અને સંબંધોમાં સંપૂર્ણ ઈમાનદારી રાખે છે. તેઓ પોતાના મિત્રોની લાગણીઓનું સન્માન કરે છે અને જરૂર પડે ત્યારે કોઈપણ મદદ કરવા તૈયાર રહે છે. તેમની આ ખાસિયતને કારણે લોકો સરળતાથી તેમના પર વિશ્વાસ મૂકી શકે છે.

દગો સહન કરી શકતા નથી

મૂળાંક 2ના લોકો જેટલા ઈમાનદાર હોય છે, એટલી જ ઈમાનદારીની અપેક્ષા તેઓ પોતાના મિત્રો પાસેથી પણ રાખે છે. જો કોઈ મિત્ર વિશ્વાસ તોડે અથવા દગો આપે તો તેઓ તેને સહેલાઈથી ભૂલી શકતા નથી.

આવા લોકો માટે સંબંધોમાં વિશ્વાસ સૌથી મોટી મૂડી હોય છે. એકવાર વિશ્વાસ તૂટી જાય પછી તેઓ ફરીથી તે વ્યક્તિ સાથે પહેલાની જેમ સંબંધ રાખવામાં અચકાય છે. તેઓ કોઈને માફ તો કરી શકે, પરંતુ ભૂતકાળની ઘટના સરળતાથી ભૂલી શકતા નથી.

ભાવુક અને સંવેદનશીલ સ્વભાવ

ચંદ્રના પ્રભાવને કારણે મૂળાંક 2ના લોકો ખૂબ જ ભાવુક હોય છે. તેઓ નાની-નાની વાતોને પણ દિલ પર લઈ લે છે. પરિવાર હોય કે મિત્રો, દરેક સંબંધમાં તેઓ પ્રેમ, વિશ્વાસ અને લાગણીને સૌથી વધુ મહત્વ આપે છે.

તેમનો શાંત અને સહયોગી સ્વભાવ તેમને સારો મિત્ર બનાવે છે. તેઓ વિવાદોથી દૂર રહેવાનું પસંદ કરે છે અને સંબંધોમાં સુમેળ જાળવવાનો પ્રયાસ કરે છે.

અંકજ્યોતિષ મુજબ મૂળાંક 2ના લોકો વિશ્વાસ, લાગણી અને નિષ્ઠા પર આધારિત સંબંધો બનાવવામાં માને છે. જો તેમને સાચા અને ઈમાનદાર મિત્રો મળે તો તેઓ જીવનભર તે મિત્રતાને સાચવી રાખે છે.

આ પણ વાંચો: Lucky Zodiac Signs: જુલાઇમાં મંગળ કરશે ક્રાંતિવૃત્ત પરિવર્તન, આ રાશિ થશે ધનાઢ્ય

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)