દરેક જન્મ તારીખનો પોતાનો એક મૂળાંક હોય છે અને તે કોઈને કોઈ ગ્રહ સાથે જોડાયેલો હોય છે. જેમ કે 1, 10, 19 અને 28 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 1 હોય છે, જ્યારે 9, 18 અને 27 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 9 માનવામાં આવે છે. આજે આપણે મૂળાંક 9 વિશે જાણીએ.

મૂળાંક 9નો સંબંધ મંગળ સાથે છે. મંગળના પ્રભાવને કારણે આ લોકોમાં સાહસ અને ઊર્જા ભરપૂર હોય છે. તેથી તેઓ દરેક મુશ્કેલીનો સામનો કરી સફળતા મેળવી શકે છે.

મૂળાંક 9 વાળા લોકોની ખાસિયતો

મૂળાંક 9નો સ્વામી મંગળ છે, જેને ગ્રહોના સેનાપતિ તરીકે ઓળખવામાં આવે છે.

મંગળની ઊર્જા તેમને નિર્ભય અને હિંમતવાન બનાવે છે.

તેઓ કોઈ કામ કરવાની ઠાને તો તેને પૂર્ણ કરીને જ રહે છે.

જીવનમાં કેટલીય મુશ્કેલીઓ આવે, છતાં તેઓ ક્યારેય હાર માનતા નથી.

જ્યાં અન્ય લોકો મુશ્કેલીઓથી ડરી જાય છે, ત્યાં મૂળાંક 9 વાળા લોકો લડીને જીતે છે.

જીવનના સંઘર્ષ તેમને વધુ મજબૂત બનાવે છે.

તેઓ દરેક નિષ્ફળતામાંથી શીખે છે અને વધુ શક્તિ સાથે ફરી ઉભા થાય છે.

શરૂઆતનું જીવન ઊતાર-ચઢાવ ભરેલું હોઈ શકે છે, પરંતુ મહેનતથી પોતાની કિસ્મત બદલી શકે છે.

બહારથી કઠોર દેખાતા હોવા છતાં અંદરથી ખૂબ જ નરમ દિલના હોય છે.

બીજાનું દુઃખ જોઈ શકતા નથી અને મદદ માટે હંમેશા તૈયાર રહે છે.

તેઓ શિસ્તપ્રિય હોય છે અને સમય બગાડવો તેમને પસંદ નથી.

આ પણ વાંચો: Nautapa 2026: સાવધાન 25 મેથી પડશે ભયંકર ગરમી, 9 દિવસ રહેશે નૌતપાનો પ્રકોપ

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)