જાણીલો તમારા મૂળાંક પર આ યુતિની કેવી અસર થશે.
મૂળાંક 1
કોઈપણ મહિનાની 1, 10, 19 અને 28 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 1 હોય છે. મૂળાંક 1ના સ્વામી ગ્રહ સૂર્યદેવ છે. શુક્ર અને શનિ બંને સૂર્યના શત્રુ માનવામાં આવે છે. તેથી મૂળાંક 1ના લોકોને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આત્મવિશ્વાસમાં ઘટાડો થઈ શકે છે અને પિતા સાથે મતભેદ થવાની શક્યતા છે.
મૂળાંક 2
કોઈપણ મહિનાની 2, 11, 20 અને 29 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 2 હોય છે. તેમના સ્વામી ગ્રહ ચંદ્રદેવ છે. ચંદ્રનો સંબંધ સૂર્ય અને શનિ સાથે તટસ્થ માનવામાં આવે છે. મૂળાંક 2 માટે દિવસ મિશ્ર પરિણામો આપનાર રહેશે. માનસિક શાંતિ મળશે, પરંતુ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં મુશ્કેલી આવી શકે છે.
મૂળાંક 3
મહિનાની 3, 12, 21 અને 30 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 3 હોય છે. તેમના સ્વામી ગ્રહ ગુરુ છે. ગુરુનો શનિ સાથે તટસ્થ અને શુક્ર સાથે વિરોધી સંબંધ માનવામાં આવે છે. મૂળાંક 3ના લોકોને કેટલાક પડકારોનો સામનો કરવો પડી શકે છે. વૈવાહિક જીવનમાં તણાવ અથવા મતભેદ થવાની સંભાવના છે.
મૂળાંક 4
મહિનાની 4, 13, 22 અને 31 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 4 હોય છે. તેમના સ્વામી ગ્રહ રાહુ છે. રાહુનો શુક્ર અને શનિ બંને સાથે મિત્રતાનો સંબંધ છે. તેથી આ લોકો માટે સમય અનુકૂળ રહેશે. અચાનક ધનલાભ થઈ શકે છે અને કાર્યોમાં સફળતા મળવાની શક્યતા છે.
મૂળાંક 5
કોઈપણ મહિનાની 5, 14 અને 23 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 5 હોય છે. તેમના સ્વામી ગ્રહ બુધ છે. બુધનો શુક્ર સાથે મિત્રતા અને શનિ સાથે તટસ્થ સંબંધ છે. મૂળાંક 5ના લોકોને આર્થિક લાભ મળી શકે છે. જોકે સફળતા મેળવવા માટે વધુ મહેનત કરવી પડશે.
મૂળાંક 6
મહિનાની 6, 15 અને 24 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 6 હોય છે. તેમના સ્વામી ગ્રહ શુક્ર છે. શુક્રના પ્રભાવથી પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે. ધનલાભના યોગ બની શકે છે. શનિ અને શુક્ર મિત્ર હોવાથી કાર્યક્ષેત્રમાં સફળતા મળશે અને મહેનતનું સારું ફળ પ્રાપ્ત થશે.
મૂળાંક 7
મહિનાની 7, 16 અને 25 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 7 હોય છે. તેમના સ્વામી ગ્રહ કેતુ છે. કેતુનો શુક્ર સાથે મિત્ર અને શનિ સાથે તટસ્થ સંબંધ માનવામાં આવે છે. શિક્ષણ ક્ષેત્રે સફળતા મળી શકે છે. ધનલાભના યોગ છે, પરંતુ સફળતા માટે સંઘર્ષ અને સતત પ્રયત્ન જરૂરી રહેશે.
મૂળાંક 8
કોઈપણ મહિનાની 8, 17 અને 26 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 8 હોય છે. તેમના સ્વામી ગ્રહ શનિદેવ છે. શનિના પ્રભાવથી નોકરી અને કારકિર્દીમાં સારા પરિણામ મળી શકે છે. કાર્યો સફળ થશે. શુક્રના શુભ પ્રભાવથી સંબંધોમાં મજબૂતી આવશે અને આર્થિક લાભની સંભાવના રહેશે.
મૂળાંક 9
મહિનાની 9, 18 અને 27 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 9 હોય છે. તેમના સ્વામી ગ્રહ મંગળ છે. શુક્ર અને શનિ બંનેનો મંગળ સાથે તટસ્થ સંબંધ માનવામાં આવે છે. મૂળાંક 9 માટે દિવસ સામાન્ય અને મિશ્ર પરિણામો આપનાર રહેશે. કાર્યક્ષેત્રમાં સફળતા મળી શકે છે, પરંતુ ગુસ્સા પર નિયંત્રણ રાખવું જરૂરી રહેશે.
આ પણ વાંચો: Palmistry : ગુરૂ પર્વત પર ત્રિભુજ, તારા અને ક્રોસનું નિશાન જાણીલો શું થાય જીવન પર અસર
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)













