જેમ કે જો તમારી જન્મ તારીખ 22 હોય તો 2+2 = 4, એટલે તમારો મૂળાંક 4 થાય છે. જ્યોતિષ મુજબ દરેક ધાતુનો એક ખાસ પ્રભાવ હોય છે, જે મૂળાંક સાથે જોડાયેલ હોય છે. સોનું અને ચાંદી માત્ર આભૂષણ નથી, પરંતુ ગ્રહોની ઊર્જાને સંતુલિત રાખવામાં મદદ કરે છે.

મૂળાંક 1

1, 10, 19 અને 28 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 1 હોય છે. આ મૂળાંકનો સ્વામી સૂર્ય છે. આવા લોકો માટે સોનું પહેરવું શુભ માનવામાં આવે છે. સોનું આત્મવિશ્વાસ અને માન-સન્માન વધારવામાં મદદ કરે છે.

મૂળાંક 2

2, 11, 20, 29 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 2 હોય છે. આ મૂળાંકનો સ્વામી ચંદ્ર છે. આવા લોકો માટે ચાંદી પહેરવું લાભદાયક છે. ચાંદી માનસિક શાંતિ અને ભાવનાત્મક સંતુલન આપે છે.

મૂળાંક 3

3, 12, 21, 30 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 3 હોય છે. આ મૂળાંકનો સ્વામી ગુરૂ છે. આવા લોકો માટે સોનું પહેરવું શુભ છે, જે ભાગ્ય અને જ્ઞાનમાં વૃદ્ધિ કરે છે.

મૂળાંક 4

4, 13, 22, 31 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 4 હોય છે. આનો સ્વામી રાહુ છે. આવા લોકો માટે લોખંડ ધારણ કરવું શુભ છે, જે જીવનમાં સ્થિરતા લાવે છે.

મૂળાંક 5

5, 14, 23 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 5 હોય છે. આનો સ્વામી બુધ છે. આવા લોકો માટે સોનું અથવા ચાંદી પહેરવું લાભદાયક છે, જે વેપાર અને બુદ્ધિમાં વધારો કરે છે.

મૂળાંક 6

6, 15, 24 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 6 હોય છે. આવા લોકો માટે ચાંદી અથવા પ્લેટિનમ પહેરવું શુભ છે, જે આકર્ષણ અને સુખ-સુવિધાઓ વધારશે.

મૂળાંક 7

7, 16, 25 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 7 હોય છે. આનો સ્વામી ચંદ્ર છે. આવા લોકો માટે ચાંદી પહેરવું શુભ છે, જે સુખ-સમૃદ્ધિ વધારે છે.

મૂળાંક 8

8, 17, 26 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 8 હોય છે. આનો સ્વામી શનિદેવ છે. આવા લોકો માટે લોખંડ ધારણ કરવું શુભ છે, જે મહેનતનું ફળ ઝડપથી અપાવે છે.

મૂળાંક 9

9, 18, 27 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 9 હોય છે. આનો સ્વામી મંગળ છે. આવા લોકો માટે તાંબું અથવા સોનું પહેરવું શુભ છે, જે ઊર્જા, સાહસ અને આત્મવિશ્વાસ વધારે છે.