દરેક એકાદશીનું પોતાનું વિશેષ મહત્વ હોય છે. ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની એકાદશીને પાપમોચની તરીકે ઓળખવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ મુજબ આ દિવસે વિષ્ણુ ભગવાન અને લક્ષ્મી માતાની વિધિપૂર્વક પૂજા કરીને વ્રત રાખવાથી પાપોથી મુક્તિ મળે છે અને જીવનમાં સકારાત્મક પરિણામો જોવા મળે છે.

ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ બે દિવસ સુધી હોવાથી ઘણા લોકોમાં સંશય છે કે પાપમોચની એકાદશી કયા દિવસે મનાવવી. ચાલો જાણીએ પાપમોચની એકાદશીની સાચી તિથિ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ, મંત્ર અને પારણનો સમય.

પાપમોચની એકાદશી 2026 શુભ મુહૂર્ત

ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ શરૂ -14 માર્ચ સવારે 8:10 વાગ્યે

ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ સમાપ્ત -15 માર્ચ સવારે 9:16 વાગ્યે

પાપમોચની એકાદશી 2026 -15 માર્ચ 2026, રવિવાર

પાપમોચની એકાદશી 2026 પારણા સમય

પંચાંગ અનુસાર પાપમોચની એકાદશી વ્રતનું પારણ 16 માર્ચે સવારે 6:30 થી 8:54 વાગ્યા વચ્ચે કરી શકાય છે.

ખરમાસમાં આવશે પાપમોચની એકાદશી

ચૈત્ર માસની આ એકાદશી ખરમાસ દરમિયાન આવશે. 15 માર્ચે રાત્રે લગભગ 1:14 વાગ્યે સૂર્ય દેવ મીન રાશિમાં પ્રવેશ કરશે, જેને મીન સંક્રાંતિ કહેવામાં આવે છે. આ સાથે ખરમાસનો આરંભ થશે, જે લગભગ એક મહિના સુધી ચાલે છે. આ સમયમાં શુભ કાર્ય કરવાનું ટાળવામાં આવે છે. આ સમય દરમિયાન ભગવાન વિષ્ણુ અને સૂર્ય દેવની પૂજા કરવાનું ખાસ મહત્વ માનવામાં આવે છે. પાપમોચની એકાદશી પર દાન કરવાથી અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે એવી માન્યતા છે.

આ પણ વાંચો: Vastu Tips: રામા કે શ્યામા તુલસીજી, ઘરમાં ક્યાં તુલસી વાવવાથી થાય ફાયદો

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)