કેટલાક લોકો 19 એપ્રિલ અને કેટલાક 20 એપ્રિલ કહે છે, કારણ કે તે દિવસે અક્ષય તૃતીયા( અખાત્રીજ) પણ છે. તો સાચી તારીખ શું છે તે જાણવું જરૂરી છે. હિંદુ પંચાંગ મુજબ ભગવાન પરશુરામનો જન્મ વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ થયો હતો, જેને અક્ષય તૃતીયા પણ કહેવામાં આવે છે. પરંતુ ધ્યાન રાખવાની વાત એ છે કે ભગવાન પરશુરામનો જન્મ સાંજના પ્રદોષ કાળમાં થયો હતો. દ્રિક પંચાંગ અનુસાર તૃતીયા તિથિ 19 એપ્રિલે સવારે 10:49 વાગ્યે શરૂ થશે અને 20 એપ્રિલે સવારે 7:27 વાગ્યે પૂર્ણ થશે. તેથી પરશુરામ જયંતી 19 એપ્રિલે ઉજવાશે.
પરશુરામ જયંતી પૂજન શુભ મુહૂર્ત
દ્રિક પંચાંગ મુજબ, 19 એપ્રિલે સાંજે 6:49 થી રાત્રે 8:12 સુધી પૂજન માટે શુભ સમય રહેશે.
પરશુરામ જયંતી કેવી રીતે ઉજવવી?
આ પવિત્ર દિવસે તમે ઘરે સરળ રીતે પૂજા કરી શકો છો. પહેલા એક બાજોઠ પર લાલ કપડું પાથરી ભગવાન પરશુરામની તસવીર સ્થાપિત કરો. ત્યારબાદ ગંગાજળ અથવા સ્વચ્છ પાણીથી સ્થાન શુદ્ધ કરો. ભગવાનને તિલક લગાવો, અક્ષત અર્પણ કરો અને ફૂલ કે માળા ચઢાવો. દીવો પ્રગટાવી આરતી કરો અને ફળ, મીઠાઈ અથવા નાળિયેરનો ભોગ લગાવો. અંતમાં તમારી મનકામનાઓ માટે પ્રાર્થના કરો. પૂજા પછી પ્રસાદ પરિવાર અને આસપાસના લોકોમાં વહેંચવો શુભ માનવામાં આવે છે.
પરશુરામ જયંતીનું મહત્વ અને લાભ
આ દિવસે ભગવાન પરશુરામની ભક્તિપૂર્વક પૂજા કરવાથી જીવનમાં સાહસ અને પરાક્રમ વધે છે. આત્મવિશ્વાસમાં વધારો થાય છે અને મનને શાંતિ મળે છે. માન્યતા છે કે આ પૂજાથી જીવનમાં સકારાત્મક ઊર્જા આવે છે અને મુશ્કેલ કાર્યો પૂર્ણ કરવાની શક્તિ પ્રાપ્ત થાય છે.
આ પણ વાંચો: Vastu Tips: પ્રગત્તિ નથી થતી? ક્યાંક તમે તો નથી કરતાને સવારે-સાંજે આ ભૂલ?
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)