આ દિવસ સ્નાન, દાન, જપ અને ઉપાયો માટે અત્યંત શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે પોષ પૂર્ણિમાના દિવસે કરાયેલા કેટલાક ખાસ ઉપાયો જીવનમાંથી આર્થિક તકલીફો દૂર કરે છે અને મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરાવે છે. આવા ઉપાયો પૈકી એક અત્યંત અસરકારક ઉપાય છે હળદર-કોડીનો ઉપાય. શાસ્ત્રો અનુસાર કોડીને મા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે, જ્યારે હળદર શુભતા, સમૃદ્ધિ અને પવિત્રતાનું પ્રતીક છે. પોષ પૂર્ણિમાના દિવસે હળદર અને કૌડીનો સાથે ઉપયોગ કરવાથી ઘરમાં ધન, સુખ અને સૌભાગ્યનો વાસ થાય છે.
હળદર-કોડીનો ઉપાય કેવી રીતે કરવો
પોષ પૂર્ણિમાના દિવસે વહેલી સવારે સ્નાન કરીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરો. ત્યારબાદ ઘરના પૂજાસ્થાનમાં મા લક્ષ્મીની પ્રતિમા અથવા તસવીર સામે એક બાજોઠ મૂકો. હવે 11 સફેદ કોડીઓ લો અને તેને હળદરના પાણીમા ભીંજવી પીળી કરી લો. હળદરથી રંગાયેલી આ કોડીઓને લાલ કપડામાં બાંધી પોટલી બનાવી લો.
પછી મા લક્ષ્મીનું ધ્યાન કરીને “ૐ શ્રીં મહાલક્ષ્મ્યૈ નમઃ” મંત્રનો ઓછામાં ઓછો 108 વખત જપ કરો. જપ પૂર્ણ થયા બાદ આ લાલ પોટલીને તમારી તિજોરી, અલ્મારી અથવા ધન રાખવાના સ્થાનમાં રાખી દો.
ઉપાયના લાભ
માન્યતા મુજબ આ ઉપાય કરવાથી ધનની આવકમાં વધારો થાય છે, ફસાયેલા નાણા પાછા મળે છે અને આર્થિક સ્થિરતા આવે છે. સાથે સાથે ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે અને મા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.
ધ્યાન રાખો કે આ ઉપાય પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરો. ઉપરાંત, પોષ પૂર્ણિમાના દિવસે દાન-પુણ્ય કરવું અને જરૂરતમંદોની મદદ કરવાથી આ ઉપાયનો પ્રભાવ વધુ વધે છે. જો તમે લાંબા સમયથી આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા હો, તો પોષ પૂર્ણિમા પર હળદર-કોડીનો આ સરળ ઉપાય અવશ્ય કરો. માનવામાં આવે છે કે આ ઉપાયથી મા લક્ષ્મી સ્વયં તમારા દ્વાર પર આવી જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે.
આ પણ વાંચો: Magh Mela 2026 : માઘ સ્નાન પવિત્ર નદીના સંગમ પર ન થાય તો ઘરે કરીલો આ સરળ ઉપાય, પુણ્યનું ભાથુ ભરાશે
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)