આ તીર્થ સરસ્વતી નદીના કિનારે વસેલું છે અને ખાસ કરીને પિતૃઓના શ્રાદ્ધ અને પિંડદાન માટે પ્રસિદ્ધ છે. માન્યતા છે કે દર વર્ષે ચૈત્ર ચૌદસે અહીં વિશાળ મેળો ભરાય છે, જેમાં દેશભરમાંથી લોકો પોતાના પૂર્વજોની આત્માની શાંતિ માટે આવે છે. વામન પૂરાણ અનુસાર અહીં સ્નાન કરવાથી ગંગા, યમુના, નર્મદા અને સિંધુમાં સ્નાન જેટલું પુણ્ય મળે છે.
આ સ્થળનું નામ રાજા યયાતીના નામ પરથી પડ્યું
પૌરાણિક કથાઓ મુજબ, આ સ્થળનું નામ રાજા યયાતીના નામ પરથી પડ્યું છે. કહેવાય છે કે તેમણે પોતાના પિતાના નિધન પછી અહીં સરસ્વતી નદીના કિનારે અંતિમ સંસ્કાર અને પિંડદાન કર્યું હતું. માન્યતા છે કે અહીં સ્નાન કરવાથી અશ્વમેધ યજ્ઞ જેટલું ફળ મળે છે અને અહીં મૃત્યુ પામનારને મોક્ષ પ્રાપ્ત થાય છે. મહાભારત, પદ્મપુરાણ, ભાગવત પુરાણ જેવા ગ્રંથોમાં પણ આ તીર્થનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે.
આ જ તીર્થ પર ભીષ્મ પિતામહના અંતિમ સંસ્કાર થયા હતા.
આ જ તીર્થ પર ભીષ્મ પિતામહના અંતિમ સંસ્કાર થયા હતા. માન્યતા છે કે મહાભારત યુદ્ધ બાદ ભગવાન શ્રી કૃષ્ણ અને પાંડવો અહીં આવ્યા હતા અને યુદ્ધમાં શહીદ થયેલા વીર માટે પિંડદાન કર્યું હતું. ત્યારથી લોકો અહીં આવીને પોતાના પિતૃઓ માટે તર્પણ કરે છે.
આ પવિત્ર સ્થાને ભગવાન બ્રહ્માએ સૃષ્ટિની રચના કરી હતી
ધાર્મિક માન્યતા મુજબ, આ પવિત્ર સ્થાને ભગવાન બ્રહ્માએ સૃષ્ટિની રચના કરી હતી. મહાભારતમાં પણ આનો ઉલ્લેખ મળે છે. એવું કહેવામાં આવે છે કે ભગવાન ઇન્દ્રએ અહીં આવી પોતાના પિતૃઓનું પિંડદાન કર્યું હતું.
રાજા યયાતીએ અહીં અનેક યજ્ઞો કર્યા હતા
આ સિવાય વિશ્વમિત્રએ અહીં કઠોર તપસ્યા કરી હતી અને રાજા યયાતીએ અહીં અનેક યજ્ઞો કર્યા હતા. માન્યતા છે કે ભગવાન કાર્તીકેય પોતાના ગણો સાથે અહીં નિવાસ કરે છે, જેના કારણે આ તીર્થ વધુ પવિત્ર માનવામાં આવે છે.
આ પણ વાંચો: Mangal Gochar 2026: હનુમાન જયંતીએ મંગળ રચશે દુર્લભ સંયોગ, આ રાશિની કિસ્મત ચમકી ઉઠશે
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)