પિતૃપક્ષ 2026નું સંપૂર્ણ કેલેન્ડર
26 સપ્ટેમ્બર, શનિવાર: પૂર્ણિમા શ્રાદ્ધ
27 સપ્ટેમ્બર, રવિવાર: પ્રતિપદા શ્રાદ્ધ, એકમનું શ્રાદ્ધ
28 સપ્ટેમ્બર, સોમવાર: દ્વિતીયા શ્રાદ્ધ
29 સપ્ટેમ્બર, મંગળવાર: તૃતીયા શ્રાદ્ધ
30 સપ્ટેમ્બર, બુધવાર: ચતુર્થી અને પંચમી શ્રાદ્ધ
1 ઓક્ટોબર, ગુરુવાર: ષષ્ઠી શ્રાદ્ધ
2 ઓક્ટોબર, શુક્રવાર: સપ્તમી શ્રાદ્ધ
3 ઓક્ટોબર, શનિવાર: અષ્ટમી શ્રાદ્ધ( આઠમનો ક્ષય)
4 ઓક્ટોબર, રવિવાર: નવમી શ્રાદ્ધ (સૌભાગ્યવતીનું શ્રાદ્ધ)
5 ઓક્ટોબર, સોમવાર: દશમી શ્રાદ્ધ
6 ઓક્ટોબર, મંગળવાર: એકાદશી શ્રાદ્ધ, ઇન્દીરા એકાદશી
7 ઓક્ટોબર, બુધવાર: દ્વાદશી શ્રાદ્ધ, સન્યાસી શ્રાદ્ધ, રેટિયા બારસ
8 ઓક્ટોબર, ગુરુવાર: ત્રયોદશી શ્રાદ્ધ
9 ઓક્ટોબર, શુક્રવાર: ચતુર્દશી શ્રાદ્ધ, શસ્ત્રોથી મરેલાનું શ્રાદ્ધ, અકાળે મૃત્યુ પામેલાનું શ્રાદ્ધ
10 ઓક્ટોબર, શનિવાર: સર્વ પિતૃ અમાવસ્યા શ્રાદ્ધ, મહાલય શ્રાદ્ધ
કઈ તિથિએ કરવું જોઈએ પિતૃઓનું શ્રાદ્ધ?
હિંદુ ધાર્મિક માન્યતાઓ અનુસાર પૂર્વજનું જે દિવસે અવસાન થયું હોય, તે જ તિથિએ પિતૃપક્ષ દરમિયાન તેમનું શ્રાદ્ધ કરવું શુભ માનવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનું અવસાન દ્વિતીયા તિથિએ થયું હોય તો પિતૃપક્ષની દ્વિતીયા તિથિએ તેમનું શ્રાદ્ધ કરવામાં આવે છે. આ રીતે મૃત્યુની તિથિ અનુસાર શ્રાદ્ધ કરવાની પરંપરા છે.
પિતૃપક્ષમાં નવમી તિથિનું પણ વિશેષ મહત્વ છે. નવમીના દિવસે કરવામાં આવતા શ્રાદ્ધને ‘માતૃ નવમી’ તરીકે ઓળખવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે માતા સહિત માતૃ પક્ષના પૂર્વજો માટે શ્રાદ્ધ કરવું શુભ માનવામાં આવે છે.
જો કોઈ વ્યક્તિના અવસાનની ચોક્કસ તિથિની જાણ ન હોય, તો તેનું શ્રાદ્ધ સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે કરવામાં આવે છે. 2026માં સર્વ પિતૃ અમાવસ્યા 10 ઓક્ટોબરે આવશે. આ દિવસે તમામ પિતૃઓનું સ્મરણ કરીને શ્રાદ્ધ, તર્પણ અને દાન કરવાની પરંપરા છે.
ખાસ વાત એ છે કે 30 સપ્ટેમ્બર 2026ના રોજ ચતુર્થી અને પંચમી બંને તિથિનું શ્રાદ્ધ એક જ દિવસે રહેશે. તેથી જે પૂર્વજનું અવસાન ચતુર્થી અથવા પંચમી તિથિએ થયું હોય, તેમનું શ્રાદ્ધ 30 સપ્ટેમ્બરના દિવસે કરવામાં આવશે.
આ રીતે પિતૃપક્ષ 2026માં પૂર્વજોના સ્મરણ, શ્રાદ્ધ, તર્પણ અને દાન માટે મહત્વપૂર્ણ સમયગાળો રહેશે. ધાર્મિક વિધિ સ્થાનિક પંચાંગ અને પરિવારની પરંપરા અનુસાર કરવી યોગ્ય માનવામાં આવે છે.
આ પણ વાંચો: Grah Gochar: ચંદ્રમાં કરશે શ્રવણ નક્ષત્રમાં ગોચર, આ રાશિને આર્થિક લાભ
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)