પિતૃપક્ષને લઇને ધર્મશાસ્ત્ર અને ગરુડ પુરાણ અનુસાર, જો ઘરમાં કેટલીક ઘટનાઓ વારંવાર બનવા લાગે છે, તો સમજવું જોઈએ કે પૂર્વજો ગુસ્સે છે અને તેમને શ્રાદ્ધ અથવા તર્પણની જરૂર છે. ચાલો જાણીએ પિતૃલોક સાથે સંબંધિત 7 સંકેતો જેને અવગણવા જોઈએ નહીં.

કાગડાઓનું સતત આવવુ

હિન્દુ પરંપરામાં, કાગડાને પૂર્વજોના પ્રતિનિધિ માનવામાં આવે છે. જો પિતૃપક્ષ દરમિયાન કાગડા ઘરની છત અથવા આંગણામાં વારંવાર આંટા ફેરા મારવા લાગે છે, તો તે એક સંકેત છે કે પૂર્વજો ખોરાક અને તર્પણની રાહ જોઈ રહ્યા છે.

સ્વપ્નમાં પિતૃઓના દર્શન

ગરુડ પુરાણ કહે છે કે જો પૂર્વજો વારંવાર સપનામાં આવે અને ખોરાક કે પાણી માંગે, તો તે એક સંકેત છે કે તેઓ સંતુષ્ટ નથી. આ એક સ્પષ્ટ સંદેશ છે કે તેમને તર્પણની જરૂર છે.

અચાનક નાણાકીય કટોકટી

જો પરિવાર કોઈ કારણ વગર પૈસા ગુમાવવા લાગે અથવા અચાનક નાણાકીય કટોકટી વધી જાય, તો તે પૂર્વજોની નારાજગી સાથે જોડાયેલું છે. એવું માનવામાં આવે છે કે અસંતુષ્ટ પૂર્વજો લક્ષ્મીની કૃપામાં અવરોધ ઉભો કરે છે.

રોગોમાં સતત વધારો

જો ઘરના સભ્યો વારંવાર બીમાર પડવા લાગે અને સારવારથી પણ રાહત ન મળે, તો આ પણ એક સંકેત માનવામાં આવે છે. શાસ્ત્રોમાં જણાવાયું છે કે નાખુશ પૂર્વજો બીમારી કે દુઃખ દ્વારા તેમના વંશજોને સંકેત આપે છે.

દીવો પોતાની મેળે જ ઓલવાઈ જાય

જો ઘરના મંદિરમાં અથવા શ્રાદ્ધ વિધિ દરમિયાન પ્રગટાવવામાં આવતો દીવો કોઈ કારણ વગર ઓલવાઈ જાય છે, તો તે પૂર્વજોના દુ:ખી હોવાનો સંકેત પણ માનવામાં આવે છે. દીવો બુઝાઈ જવો એ ઉર્જાના પ્રવાહના બંધ થવાનું પ્રતીક છે.

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)