પિતૃપક્ષની શરૂઆત થઇ ચુકી છે આજે દ્વિતિયા શ્રાદ્ધ છે એટલે કે આ તિથિએ મૃત્યુ પામેલા પિતૃઓનું તર્પણ કે શ્રાદ્ધ કરી શકાશે. પિતૃ પક્ષની દ્વિતિયા તિથિ શ્રાદ્ધની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. દ્વિતિયા શ્રાદ્ધને દુજ શ્રાદ્ધ પણ કહેવામાં આવે છે.
દ્વિતિયા શ્રાદ્ધમાં સત્તુનું મહત્વ
દ્વિતિયા તિથિના શ્રાદ્ધમાં સત્તુનું વિશેષ મહત્વ છે. દ્વિતિયા તિથિના શ્રાદ્ધ દરમિયાન તલ અને સત્તુનું તર્પણ કરવું. સત્તુમાં તલ મિક્સ કરો અને અપસ્વ્યથી દક્ષિણ-પશ્ચિમ દિશામાં વિધિ પૂર્ણ કરો. ઉત્તર-પૂર્વ દિશામાં સત્તુનો છંટકાવ કરો અને પિતૃઓની તૃપ્તિ માટે પ્રાર્થના કરતા રહો.
પિતૃપક્ષની દ્વિતીયા તિથિ દર વર્ષે પિતૃ પક્ષનો પ્રારંભ ભાદરવા કૃષ્ણ પક્ષની પ્રતિપદાથી થાય છે. પિતૃ પક્ષ 15 દિવસ સુધી અમાવસ્યા તિથિ સુધી ચાલુ રહેશે. પિતૃ પક્ષ દરમિયાન, દાન, શ્રાદ્ધ અને તર્પણ જેવા કાર્યો કરીને, પૂર્વજોને સંતુષ્ટ કરવામાં આવે છે અને વંશની વૃદ્ધિની કામના કરવામાં આવે છે.
શ્રાદ્ધ કર્મ એટલે શું?
ભક્તિથી કરવામાં આવેલા કાર્યને શ્રાદ્ધ કહેવામાં આવે છે. શ્રાદ્ધ વિધિ કરવાના દિવસે, બ્રાહ્મણને ભોજન કરાવવાનું વિધિવત છે. ઉપરાંત, તમારા પૂર્વજોના શ્રાદ્ધ વિધિના દિવસે, ગાય, શ્વાન, કાગડા અને કીડીઓને ભોજન કરાવવાનો ઉલ્લેખ શાસ્ત્રોમાં કરવામાં આવ્યો છે.
3 મુહૂર્તમાં શ્રાદ્ધ અને તર્પણ કરો
કુટુપ મુહૂર્ત- 11:53 થી 12:43
સમયગાળો - 00 કલાક 50 મિનિટ
રોહિણી મુહૂર્ત- 12:43 થી 01:33
સમયગાળો - 00 કલાક 50 મિનિટ
બપોર કાલ- 01:33થી 04:03
સમયગાળો - 02 કલાક 30 મિનિટ
દ્વિતીયા તિથિ પર કોનું શ્રાદ્ધ કરવું જોઈએ?
9 સપ્ટેમ્બરના રોજ, કોઈપણ મહિનાની દ્વિતીયા તિથિ પર મૃત્યુ પામેલા પૂર્વજોનું શ્રાદ્ધ કરો. પંચાંગ અનુસાર, શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ બંનેના બીજા દિવસનું શ્રાદ્ધ આ દિવસે કરી શકાય છે. જો પિતાની તિથિ ખબર ન હોય, તો પિતૃ વિસર્જન શ્રાદ્ધ કરવું જોઈએ. દ્વિતીયા શ્રાદ્ધ કરવા માટે કુટુપ, રૌહિણી, મધ્યાહ્ન મુહૂર્ત વગેરે શુભ સમય માનવામાં આવે છે.
દ્વિતીયા શ્રાદ્ધ કરવાની પદ્ધતિ
આ દિવસે ઘરના મુખ્ય દરવાજા પર ફૂલો વગેરે મૂકીને પિતૃઓનું આહ્વાન કરો. સૌપ્રથમ કાગડા, કૂતરા અને ગાય, જે યમના પ્રતીક છે, તેમને ભોજન કરાવો. એક વાસણમાં દૂધ, પાણી, તલ અને ફૂલો લો. કુશ અને કાળા તલથી ત્રણ વખત તર્પણ કરો. બ્રાહ્મણને કપડાં, ફળો, મીઠાઈ વગેરેનું દાન કરો. જેમને બ્રાહ્મણ ન મળે તેઓ મંદિરમાં ભોજન વગેરેનું વિતરણ કરી શકે છે.
દ્વિતીયા શ્રાદ્ધ કોણ કરી શકે છે:
શાસ્ત્રો અનુસાર, શ્રાદ્ધ ત્રણ પેઢી સુધી કરી શકાય છે અને તે કરવાનો અધિકાર પુત્ર, પૌત્ર, ભત્રીજો અને ભત્રીજીનો છે.
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)