પિતૃપક્ષ એટલે શ્રાદ્ધપક્ષ ભાદરવા મહિનામાં સોળ દિવસ સુધી સોળ શ્રાદ્ધ નાંખીને પિતૃઓને યાદ કરવામાં આવે છે. આ દિવસે બટુક ભોજન કરાવવામાં આવે છે. ગરીબોને ભોજન કરાવવામાં આવે છે. ઘરમાં પિતૃઓને યાદ કરીને શ્રાદ્ધ નાંખવામાં આવે છે. જેનાથી પિતૃઓ તૃપ્ત થાય છે. તર્પણ કરવાથી લઇને પિતૃઓને શ્રાદ્ધ કરવાના કેટલાક વિશેષ નિયમ છે. માન્યતા છે કે પિતૃઓ આ 16 દિવસ પૃથ્વી પર આવે છે અને આશીર્વાદ આપે છે.
જ્યોતિષશાસ્ત્રમાં પિતૃદોષ નિવારવા માટે શ્રાદ્ધપક્ષમાં ખાસ તર્પણ વિધિ કરવામાં આવે
જ્યોતિષશાસ્ત્રમાં પિતૃદોષ નિવારવા માટે શ્રાદ્ધપક્ષમાં ખાસ તર્પણ વિધિ કરવામાં આવે છે. પિંડદાન કરવામાં આવે છે. શ્રાદ્ધ કર્મ માટે કેટલાક ખાસ તીર્થસ્થળ છે જ્યાં પિતૃઓને તર્પણ કરવાથી પિતૃઓ મોક્ષની પ્રાપ્તિ કરે છે. વારાણસી, અલ્હાબાદ, હરિદ્વાર. બિહારના ગયાજી આપણે ત્યાં પ્રાચી અને સિદ્ધપુર એવી જગ્યાઓ છે જ્યાં પિતૃ તર્પણ કરવાથી શ્રાદ્ધવિધિ પૂર્ણ થાય છે અને પિતૃઓ મોક્ષ પામી અનંતયાત્રામાંથી મુક્તિ મેળવે છે.
તિર્થસ્થળ પર તર્પણ કરવાથી વિશેષ લાભ
કેટલીક વખત સમયના અભાવને કારણે આવા તિર્થસ્થળ પર તર્પણ કરવા જઇ શકાય તેવુ નથી હોતુ આવા સમયે ઘરે પણ શ્રાદ્ધવિધિ કરવાથી પિતૃઓ ચોક્કસ મોક્ષ ગતિ પામે છે. ઘરે વૈદિક અને શાસ્ત્રોક્ત રીતે બ્રાહ્મણને બોલાવીને શ્રાદ્ધકર્મ કરવાથી અગણિત ફળ પ્રાપ્ત થાય છે.
પિતૃઓને પ્રસન્ન કરવા કરો તર્પણ વિધિ
ઘરે જ શ્રાદ્ધપક્ષમાં સવારે વહેલા ઉઠી નિત્યકર્મથી પરવારીને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે સંકલ્પ કરો કે હુ ખરા દિલથી મારા પિતૃઓને શ્રાદ્ધ તર્પણ કરીશ. સવારે વહેલા ઉઠી, સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો. શાંત અને ખુલી જગ્યાએ પ્રકૃત્તિની ગોદમાં આસન પાથરી સ્થાપન કરો પિતૃઓની તસવીર રાખી તેની સામે ત્રાંબાનો કળશ પાણીથી ભરી દીપ પ્રગટાવી રાખો અને ચોખાના લાડુ બનાવો અગિયાર સાત કે પાંચ લાડુ હાથમાં પાણી લઇ દર્ભની વીટી ધારણ કરી તર્પણ વિધિ કરો. જળમાં કાળા તલ નાખી પિતૃ દૈવે નમ: જાપ કરી પિતૃઓને પ્રસન્ન કરો.
કુતુપ વેળાએ પિતૃઓને તર્પણ કરવાનું વિશેષ મહત્ત્વ છે
કુતુપ વેળા બપોરે 12ને 24 મિનિટથી થાય છે. આ સમયે પિતૃઓને ખીર, સાત્વિક ભોજન અર્પણ કરો. બ્રાહ્મણ ગરીબને ભોજન કરાવો.
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)