વાસ્તુ શાસ્ત્ર અને ધાર્મિક માન્યતાઓ અનુસાર, જો પૂજાના સ્થળે કેટલીક ખોટી વસ્તુઓ રાખવામાં આવે તો પૂજાનું સંપૂર્ણ ફળ મળતું નથી અને નકારાત્મક ઊર્જા વધે છે. સૌપ્રથમ, ઘરનાં મંદિરમાં ક્યારેય તૂટેલી અથવા ખંડિત મૂર્તિઓ કે તસવીરો રાખવી નહીં. તેને અશુભ માનવામાં આવે છે અને તે માનસિક તણાવ તથા અવરોધો વધારી શકે છે. આવી મૂર્તિઓને વિધિ મુજબ વિસર્જિત કરવી જોઈએ.

આ નકારાત્મકતાનું પ્રતિક માનવામાં આવે 

મંદિરમાં સુકાઈ ગયેલા અથવા મુરઝાયેલા ફૂલો પણ રાખવા નહીં. આ નકારાત્મકતાનું પ્રતિક માનવામાં આવે છે. દરરોજ તાજા ફૂલો ચઢાવવા અને જૂના ફૂલો દૂર કરવાથી શુભ ફળ મળે છે.

મંદિર હંમેશા સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવું 

ઘણા લોકો મંદિરમાં જૂના કે ફાટેલા ધાર્મિક ગ્રંથો, તસવીરો અથવા કપડાં રાખે છે, જે યોગ્ય નથી. મંદિર હંમેશા સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવું જોઈએ, જેથી સકારાત્મક ઊર્જા જળવાઈ રહે.

પવિત્રતા ભંગ થાય છે અને પૂજાનો પ્રભાવ ઘટે 

મંદિરની આસપાસ જૂતાં-ચપ્પલ, ગંદા કપડાં અથવા કચરો રાખવો નહીં. આથી પવિત્રતા ભંગ થાય છે અને પૂજાનો પ્રભાવ ઘટે છે.

એક જ દેવ-દેવીઓની ઘણી મૂર્તિઓ કે તસવીરો એક સાથે ન રાખવી જોઈએ. આથી ઊર્જાનુ સંતુલન બગડી શકે છે. ઓછું અને ગોઠવેલું મંદિર વધુ સારું માનવામાં આવે છે. તે ઉપરાંત, મંદિરમાં અરીસો (આઈનો) અથવા મોબાઇલ, ટીવી જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણો રાખવા ટાળવા જોઈએ. આ વસ્તુઓ ધ્યાન અને ભક્તિમાં અવરોધ ઉભો કરે છે.

જો તમે ઈચ્છો છો કે તમારી પૂજા સફળ બને અને ઘરમાં સુખ-શાંતિ રહે, તો આ નાની-નાની બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. સ્વચ્છતા, શ્રદ્ધા અને યોગ્ય નિયમોનું પાલન જ ભગવાનની કૃપા મેળવવાનો સાચો માર્ગ છે.

આ પણ વાંચો: Grah Gochar: 13 વર્ષ પછી શનિ જયંતી પર દુર્લભ સંયોગ, આ રાશિના પ્રગત્તિના દ્વાર ખુલશે

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)