આ સમયમાં પિતૃઓના આશીર્વાદ મેળવવા અને પિતૃદોષથી મુક્તિ મેળવવા માટે કેટલાક ખાસ ઉપાયો કરવામાં આવે છે. માન્યતા છે કે આ ઉપાયો કરવાથી રિસાયેલા પિતૃઓ પ્રસન્ન થાય છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે. આજે અમે તમને આવા જ કેટલાક ઉપાયો વિશે માહિતી આપી રહ્યા છીએ.
તર્પણ અને પિંડદાન
મલમાસ દરમિયાન આવતી અમાસ અથવા કોઈપણ શનિવારે પિતૃઓ માટે તર્પણ અને પિંડદાન કરવું શુભ માનવામાં આવે છે. આ દિવસે પાણીમાં કાળા તલ અને કુશા મેળવી તર્પણ કરવું જોઈએ. માન્યતા મુજબ આવું કરવાથી પિતૃ પ્રસન્ન થાય છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ વધે છે.
પીપળાના વૃક્ષની પૂજા
એવું માનવામાં આવે છે કે પીપળાના વૃક્ષમાં પિતૃઓનું નિવાસ હોય છે. મલમાસ દરમિયાન જો તમે પીપળાના વૃક્ષ નીચે દીવો પ્રગટાવી પિતૃઓનું સ્મરણ કરો તો પિતૃદોષથી મુક્તિ મળે છે. સાથે જ કરિયર અને વ્યવસાયમાં પણ શુભ પરિણામ મળવાની શક્યતા રહે છે.
ગીતા પાઠ
મલમાસને પુરુષોત્તમ માસ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે નામ સ્વયં ભગવાન વિષ્ણુએ આપ્યું હોવાનું માનવામાં આવે છે. આ સમયમાં જો તમે ભગવત ગિતાનો પાઠ કરો અથવા તેનું શ્રવણ કરો તો પિતૃઓની આત્માને શાંતિ મળે છે. સાથે જ જીવનમાં સકારાત્મક પરિવર્તન પણ જોવા મળે છે.
અન્નનું દાન
મલમાસ દરમિયાન ગરમી વધુ હોય છે, તેથી આ સમયમાં જરૂરિયાતમંદ લોકોને સત્તુ, પાણી, તાંબાના વાસણો, પાણીનો ઘડો (કલશ) અને ઋતુ મુજબના ફળોનું દાન કરવું જોઈએ. માન્યતા મુજબ અન્નદાનથી પિતૃઓની અતૃપ્ત આત્માને તૃપ્તિ મળે છે અને તેઓ પ્રસન્ન થઈ સુખ-સમૃદ્ધિના આશીર્વાદ આપે છે.
પશુ-પક્ષીઓને ચણ ખવડાવો
મલમાસ દરમિયાન ગાય, શ્વાન અને કાગડાને અન્ન જરૂર ખવડાવવું જોઈએ. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ પશુ-પક્ષીઓ પિતૃઓ સુધી આપણો સંદેશ પહોંચાડે છે. તેમને અન્ન અને પાણી આપવાથી જીવનની ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે અને પિતૃઓ સાથે દેવી-દેવતાઓના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે.
આ પણ વાંચો: Grah Gochar: 18 જૂને શનિના નક્ષત્રમાં જશે દેવગુરૂ બૃહસ્પતિ, આ રાશિને બમ્પર લાભ
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)