જ્યારે રાહુ ગ્રહને કઠોર વાણી, યાત્રાઓ, ચોરી, દુષ્ટ કર્મો, ત્વચાના રોગો અને ધાર્મિક યાત્રાઓનો કારક માનવામાં આવે છે. રાહુ ગ્રહ એક રાશિમાંથી બીજી રાશિમાં લગભગ 18 મહિના બાદ ગોચર કરે છે.


ફેબ્રુઆરી મહિનામાં રાહુ અને બુધનો સંયોગ બનવા જઈ રહ્યો છે. આ સંયોગ 18 વર્ષ બાદ કુંભ રાશિમાં બનશે, જેના કારણે કેટલીક રાશિઓના સારા દિવસો શરૂ થઈ શકે છે. સાથે જ આવકમાં વધારો અને નવી નોકરી મળવાની શક્યતાઓ પણ બનશે.

આ રાશિઓ માટે શરૂ થશે ગોલ્ડન ટાઈમ, દરેક કાર્યમાં સફળતાના યોગ

વૃષભ રાશિ

રાહુ અને બુધની યુતિ વૃષભ રાશિના જાતકો માટે સકારાત્મક સાબિત થઈ શકે છે, કારણ કે આ યૂતિ તમારી રાશિથી કર્મ સ્થાન પર બનશે. આ સમયગાળામાં કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિના યોગ બની રહ્યા છે. ખાસ કરીને જો તમારો વ્યવસાય બેંકિંગ, માર્કેટિંગ, શિક્ષણ, મીડિયા અથવા રોકાણ સાથે જોડાયેલો હોય તો તમને સારો લાભ મળી શકે છે. રોકાણ સંબંધિત મામલાઓમાં પણ સકારાત્મક પરિણામો મળશે.

મેષ રાશિ

મેષ રાશિના જાતકો માટે રાહુ અને બુધનો સંયોગ શુભ ફળદાયી સાબિત થઈ શકે છે. આ સંયોગ તમારી રાશિથી આવક અને લાભ ભાવમાં બનશે, જેના કારણે આવકમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે. અગાઉ કરેલા રોકાણોનું પણ આ સમયગાળામાં સારો લાભ મળી શકે છે. સોનું-ચાંદી, લોટરીમાં રોકાણથી લાભ મળવાની શક્યતા છે, કારણ કે બુધ ગ્રહ ટ્રેડિંગનો કારક છે અને રાહુ ગ્રહ અચાનક ધનલાભ આપે છે. આ સમય દરમિયાન શુભ સમાચાર પણ મળી શકે છે.

કુંભ રાશિ

રાહુ અને બુધની યૂતિ કુંભ રાશિના જાતકો માટે લાભદાયી સાબિત થઈ શકે છે, કારણ કે આ સંયોગ તમારી રાશિથી લગ્ન ભાવમાં બનશે. આ સમયગાળામાં સાહસ અને પરાક્રમમાં વધારો થશે તેમજ આત્મવિશ્વાસ મજબૂત બનશે, જેનો સકારાત્મક અસર તમારા નિર્ણય અને વર્તન પર જોવા મળશે. સામાજિક સ્તરે પ્રતિષ્ઠા વધશે. જીવનસાથીના નિર્ણયોથી લાભ મળી શકે છે. અવિવાહિત લોકો માટે લગ્નના પ્રસ્તાવ પણ આવી શકે છે.

આ પણ વાંચો: Mercury Venus : વૈભવકારક ગ્રહ શુક્ર અને ગ્રહોનો રાજકુમાર વચ્ચે ટક્કર, આ રાશિએ સંભાળવુ

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)


  • Follow us on: