જ્યોતિષ શાસ્ત્રમાં રાહુ કેતુ ગોચર મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. જ્યારે રાહુ કેતુ નક્ષત્ર પરિવર્તન પણ ઘણુ વિશેષ માનવામાં આવે છે. રાહુ અને કેતુ જ્યોતિષમાં છાયા અને પાપી ગ્રહ માનવામાં આવે ચે. જે હંમેશા ઉલટી ચાલ ચાલે છે. પંચાગ અનુસાર નવેમ્બરના અંતમાં 23 નવેમ્બરે રાહુ અને કેતુનું નક્ષત્ર પરિવર્તન થાય છે. રાહુ પૂર્વ ભાદ્રપદ નક્ષત્રથી નીકળીને શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરશે. કેતુ પૂર્વા ફાલ્ગુની નક્ષત્રના તૃતીય ચરણમાંથી નીકળીને બીજા ચરણમાં પ્રવેશ કરશે.

રાહુ કેતુ ક્યારે કરશે નક્ષત્ર પરિવર્તન ? 

રાહુ કેતુ 23 નવેમ્બરે સવારે 9 વાગેને 30 મિનિટ પર પોતાની ચાલમાં પરિવર્તન કરશે. વૈદિક જ્યોતિષમાં આ બંનેની બદલાતી ચાલ દેશ દુનિયા પર સીધો પ્રભાવ પાડશે. તો આવો જાણીએ કઇ કઇરાશિના જાતકોને તેનો ફાયદો થશે.

તુલા રાશિ

રાહુ અને કેતુનું નક્ષત્ર પરિવર્તન તુલા રાશિના જાતકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે. આ સમય તમારા માટે ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે. તમારી નાણાકીય સ્થિતિ મજબૂત થશે. નાણાકીય લાભ માટે નવી તકો ઉભી થશે. તમારી નોકરી કે વ્યવસાયમાં પ્રગતિની શક્યતાઓ ઉભી થશે. કાર્યસ્થળ પર તમારા પ્રયત્નોની પ્રશંસા થશે, જેના કારણે પ્રમોશન અથવા પગારમાં વધારો થવાની શક્યતા છે. મુસાફરી ફાયદાકારક સાબિત થશે. તમારા ઘર અને પરિવારમાં ખુશી અને સંતુલન રહેશે.

ધન રાશિ

રાહુ અને કેતુનું નક્ષત્ર પરિવર્તન ધનુ રાશિ માટે ખૂબ જ શુભ સંકેતો લાવે છે. નાણાકીય ક્ષેત્રમાં પ્રગતિ થશે અને આવકના નવા સ્ત્રોત બનશે. વિદેશ યાત્રાના સપના પૂર્ણ થઈ શકે છે. વ્યવસાયમાં નફાકારક તકો ઉભી થશે. બાકી રહેલા કાર્યો પૂર્ણ થશે. સ્વાસ્થ્ય સમસ્યાઓથી રાહત મળશે. તમારા જીવનસાથી સાથેના સંબંધો સૌહાર્દપૂર્ણ રહેશે. પરિવારમાં ખુશ વાતાવરણ રહેશે. બાળકો શિક્ષણ અને કારકિર્દીમાં સારા પરિણામો પ્રાપ્ત કરશે.

મકર રાશિ

રાહુ અને કેતુનું નક્ષત્ર પરિવર્તન મકર રાશિના જાતકો માટે શુભ પરિણામો લાવશે. આ સમયગાળો આવક અને પ્રમોશનની મજબૂત શક્યતાઓ લાવશે. દરેક કાર્યમાં સફળતા મળવાની શક્યતા છે. કાર્યસ્થળ પર તમારી છબી સુધરશે. જે લોકો લાંબા સમયથી નોકરી શોધી રહ્યા છે તેમને પણ સારી તક મળી શકે છે. કોઈ મહત્વપૂર્ણ કાર્યમાં નોંધપાત્ર સિદ્ધિ મળવાની શક્યતા છે. નસીબ તમારો સાથ આપશે, અને જીવનમાં પ્રગતિના નવા રસ્તા ખુલશે.