આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ઘણા મોટા ગ્રહો પોતાની રાશિ પરિવર્તન કરવાના છે. કેટલાક દિવસોમાં ચંદ્ર દેવ મકર રાશિમાંથી કુંભ રાશિમાં ગોચર કરશે. જ્યોતિષ શાસ્ત્રના મતે તો શનિની કુંભ રાશિમાં પહેલેથી જ રાહુ બિરાજમાન છે. ચંદ્રમાએ કુંભ રાશિમાં પ્રવેશ કરતા જ રાહુ સાથે યુતિ બનાવશે. રાહુ અને ચંદ્રમાની યુતિથી ગ્રહણ યોગનું નિર્માણ થશે. જે શુભ માનવામાં આવતુ નથી.
રાહુ અને ચંદ્રનું કુંભ રાશિમાં હોવાથી કેટલીક રાશિઓને તેનું અશુભ પરિણામ મળી શકે છે. પંચાગ અનુસાર કુંભ રાશિમાં સપ્ટેમ્બર 6ના રોજ 11.21 સવારે ચંદ્ર પ્રવેશ કરશે અને 8 સપ્ટેમ્બર બપોર સુધી રહેશે. ત્યારે આવો જાણીએ કુંભ રાશિમાં રાહુ ચંદ્રની યુતિ કઇ રાશિઓ માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.
તુલા રાશિ
તુલા રાશિના લોકો માટે શનિની રાશિમાં રાહુ-ચંદ્રની યુતિ મુશ્કેલીઓનું કારણ બની શકે છે.તમારા માન-સન્માનને ઠેસ પહોંચી શકે છે. વ્યવસાયિક ક્ષેત્રમાં ઘણા પ્રયત્નો છતાં તમને લાગશે કે કંઈ બરાબર થઈ રહ્યું નથી. આ સમયે તમારે હિંમત ન હારવી જોઈએ અને પૂજા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
સિંહ રાશિ
સિંહ રાશિના લોકો માટે, શનિની રાશિમાં રાહુ-ચંદ્રની યુતિ શુભ માનવામાં આવતી નથી. આવી સ્થિતિમાં તમારે રોકાણ કરવાનું ટાળવું જોઈએ. પૈસા સંબંધિત બાબતોમાં સાવધાની રાખવી જોઈએ.સુખ અને સન્માનમાં ઘટાડો થઈ શકે છે. માતાપિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ જરૂરી છે.
મીન રાશિ
શનિની રાશિમાં રાહુ-ચંદ્રની યુતિ મીન રાશિના લોકો માટે ફાયદાકારક માનવામાં આવતી નથી. જીવનમાં ઉતાર-ચઢાવ આવશે. દામ્પત્ય જીવનમાં મતભેદ થઈ શકે છે. ધીરજથી કામ કરો. બિનજરૂરી ખર્ચ વધી શકે છે. તણાવની પરિસ્થિતિ અનુભવાઈ શકે છે. તે જ સમયે, ઘરનું વાતાવરણ પણ અશાંત દેખાઈ શકે છે.
(Disclaimer- આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષીઓ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ સ્ત્રોતોમાંથી એકત્રિત કરીને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય ફક્ત માહિતી પહોંચાડવાનો છે. અમે એટલે કે સંદેશ ન્યૂઝ ડિઝિટીલ ખાતરી આપી શકતા નથી કે તે સાચું અને સાબિત થયું છે. )