ગ્રહોના ગોચર અને નક્ષત્ર પરિવર્તનથી તમામ જીવન પર વ્યાપક અસર જોવા મળે છે. રાહુ નવેમ્બરમાં શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરશે. રાહુ દેવ પોતે આ નક્ષત્ર પર શાસન કરે છે, રાહુ ગ્રહનો તેના નક્ષત્રમાં પ્રવેશ કેટલીક રાશિઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ભાગ્યનો સાથ મળશે. અટકેલા કામ થવા લાગશે. રોકાણથી લાભ થશે.
કર્ક રાશિ
આ ગોચરની અસરથી તમે લોકપ્રિય થશો. તમને માન અને પ્રતિષ્ઠા મળશે. તમને જૂના રોકાણોથી લાભ થશે. આ સમય દરમિયાન તમારી જીવનશૈલીમાં સુધારો થશે. આ સમય જોવા જઇએ તો નોકરી કરનારાઓ માટે ઉત્તમ સાબિત થશે. તમે આ સમયે મનગમતા કામ કરી શકશો. પરિવાર સાથે સારો સમય વિતાવી શકશો. તમારો આત્મવિશ્વાસ અને સકારાત્મક વલણ તમને સફળતા અપાવશે.
કુંભ રાશિ
રાહુ ગ્રહના નક્ષત્ર પરિવર્તનથી તમને અચાનક લાભ થશે. રાહુ શનિદેવ સાથે મૈત્રીપૂર્ણ છે. કુંભ રાશિનો સ્વામી શનિદેવ છે તમને સમયાંતરે અચાનક નાણાકીય લાભ મળી શકે છે. ઉપરાંત, તમારો આત્મવિશ્વાસ ચરમસીમાએ રહેશે અને લોકો તમારા વર્તન, શૈલી અને મધુર સ્વભાવ તરફ આકર્ષિત થશે.
કર્ક રાશિ
પ્રેમ અને રોમેન્ટિક સંબંધો ગાઢ બનશે, તમારી આયોજિત યોજનાઓ સફળ થશે. આ સાથે, પૈસાના પ્રવાહના નવા રસ્તાઓ બનશે. તમને રોકાણથી લાભ થઈ શકે છે.
મિથુન રાશિ
રાહુ ગ્રહ નક્ષત્ર પરિવર્તનથી મિથુન રાશિના લોકો માટે શુભ સાબિત થઈ શકે છે. તમે કાર્ય-વ્યવસાયમાં પ્રગતિ મેળવી શકો છો. તમારી સર્જનાત્મકતા અને નેતૃત્વ કૌશલ્યની પ્રશંસા થશે નવી જવાબદારીઓ અથવા પ્રમોશનની તકો મળી શકે છે. નવા પ્રોજેક્ટ શરૂ કરવા અથવા નેતૃત્વની ભૂમિકા નિભાવવા માટે આ એક અનુકૂળ સમય છે. પૈતૃક સંપત્તિથી લાભ થશે