રક્ષાબંધનનો તહેવાર આ વર્ષે 9 ઓગસ્ટ 2025, શનિવારના રોજ ઉજવવામાં આવશે. આ વખતે રક્ષાબંધન કેટલાક ખાસ મૂળાંક ધરાવતા લોકો માટે ખૂબ જ શુભ સંકેતો લઈને આવી રહ્યું છે. અંકશાસ્ત્ર અનુસાર, આ તહેવાર એવા લોકોના જીવનમાં નવી શક્યતાઓ અને સકારાત્મક પરિવર્તન લાવી શકે છે જેમનો જન્મ મૂળાંક 1, 3, 5, 6 અથવા 9 છે. આ મૂળાંક ધરાવતા લોકો માટે રક્ષાબંધનનો તહેવાર કેટલો શુભ રહેશે આઓ જાણીએ...
મૂળાંક 1
1,10, 19, 28, તારીખે જન્મેલા લોકોમાં મૂળાંક 1 હોય છે. રક્ષાબંધન પર તેમને કારકિર્દીમાં મોટી તક મળી શકે છે. ખાસ કરીને નવી નોકરી કે પ્રમોશનની શક્યતા પ્રબળ રહેશે. આ દિવસે વાદળી કપડાં પહેરવા તમારા માટે ભાગ્યશાળી રહેશે.
મૂળાંક ૩
જો તમારો જન્મ 3,12,21, 30 તારીખે થયો હોય, તો તમારો મૂળાંક ૩ છે. રક્ષાબંધન તમારા માટે મિલકત અને વાહન સંબંધિત સારા સમાચાર લાવી શકે છે. આ દિવસે નવી કાર ખરીદવાનો વિચાર સફળ થઈ શકે છે. લાલ રંગ તમારા માટે શુભ રહેશે.
મૂળાંક 5
5,14 કે 23 તારીખે જન્મેલા લોકોમાં મૂળાંક 5 હોય છે. રક્ષાબંધન પર કાર્યસ્થળમાં કોઈ મોટી સફળતા કે સિદ્ધિ મળવાની શક્યતા છે. ભાઈ-બહેનના સંબંધોમાં વધુ મીઠાશ આવશે. આ દિવસે ભૂરા રંગનો ઉપયોગ તમારા માટે ફાયદાકારક રહેશે. તમારી કિંમતી વસ્તુઓનું પણ ખાસ ધ્યાન રાખો.