છેલ્લા કેટલાયે સમયથી સોશિયલ મીડિયા પર એક અફલા ફેલાઇ રહી છે. ખોટા સમાચાર વહેતા થયા છે કે રક્ષાબંધને ચંદ્ર ગ્રહણ થશે. કેટલાક લોકો તો કેવી અસર થશે અને કઇ રાશિએ શું ધ્યાન રાખવુ જેવા સમાચાર દર્શાવી રહ્યા છે. જો કે આ તમામ સમાચાર પાયાવિહોણા છે. 9 ઓગસ્ટે આ વખતે રક્ષાબંધન પર કોઇ ચંદ્ર ગ્રહણ નથી તેમજ ભદ્રાનો ઓછાયો પણ નથી. આથી બહેનો નિર્ભય થઇ ને ભાઇના કાંડે રાખડી બાંધી શકે છે.

આવી અફવા કેમ ફેલાઇ?

રક્ષાબંધને એટલા માટે આવી અવઢવ સેવાઇ રહી છે કેમકે રક્ષાબંધન પૂર્ણિમાએ મનાવવામાં આવે છે. ચંદ્ર ગ્રહણ હંમેશા પૂર્ણિમાએ થાય છે. પૂર્ણિમાએ ચંદ્ર ગ્રહણ થાય છે આથી એવો અંદાજ લગાવાય છે કે આ વખતે પણ રક્ષાબંધને ગ્રહણ થશે જો કે આ વાત તદ્દન ખોટી છે અને એવુ જરૂરી પણ નથી કે દરેક પૂનમે ચંદ્ર ગ્રહણ થાય જ.

2025માં ક્યારે થશે ચંદ્ર ગ્રહણ?

દ્વિક પંચાગ અનુસાર વર્ષ 2025માં બે વખત ચંદ્ર ગ્રહણ થશે. પહેલુ ગ્રહણ 14 માર્ચ 2025ના ફાગણ પૂર્ણિમાએ થયુ હતુ જે ભારત, શ્રીલંકા, નેપાળ અને પશ્ચિમ એશિયાના અનેક દેશોમાં દેખાયુ નહોતુ. મુખ્ય રૂપે આ ગ્રહણ પ્રશાંત મહાસાગર, દક્ષિણ અમેરિકા, ઉત્તરી અને પશ્ચિમી આફ્રીકા અને પશ્ચિમી યુરોપમાં દેખાયુ હતુ.

4 માર્ચ પછી, હવે 7 સપ્ટેમ્બર 2025ના રોજ, ભાદ્રપદ પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ થશે, જે ભારત, સમગ્ર એશિયા, યુરોપ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકાના પૂર્વીય ક્ષેત્ર અને આફ્રિકામાં દેખાશે.

શ્રાવણ પૂર્ણિમાના દિવસે ગ્રહોની સ્થિતિ

રક્ષાબંધન એટલે કે શ્રાવણ પૂર્ણિમાના દિવસે, સૂર્ય દેવ કર્ક રાશિમાં, ચંદ્ર દેવ મકર રાશિમાં અને બુધ દેવ કર્ક રાશિમાં રહેશે. જ્યારે શુક્ર મિથુન રાશિમાં, મંગળ દેવ કન્યા રાશિમાં અને ગુરુ દેવ મિથુન રાશિમાં રહેશે. આ ઉપરાંત, શનિ મીન રાશિમાં, રાહુ કુંભ રાશિમાં અને કેતુ સિંહ રાશિમાં હોવાની શક્યતા છે.

શ્રાવણ પૂર્ણિમાના દિવસે, કોઈપણ ગ્રહની રાશિમાં કોઈ ફેરફાર થશે નહીં. પરંતુ ચંદ્રનું નક્ષત્ર ગોચર ચોક્કસપણે થશે. 9 ઓગસ્ટ, 2025ના રોજ બપોરે 02.23 વાગ્યે, ચંદ્ર શ્રવણ નક્ષત્રથી ધનિષ્ઠા નક્ષત્રમાં જશે. આ દિવસે ચંદ્ર સિવાય અન્ય કોઈ ગ્રહનું નક્ષત્ર ગોચર થશે નહીં.

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)