અયોધ્યામાં સ્થિત શ્રી રામ જન્મભૂમિ મંદિરને એક અજાણ્યા ભક્ત તરફથી આસ્થા અને ભક્તિથી ભરેલી અતિ ભવ્ય ભેટ મળી છે. આ ભક્તે મંદિરને અંદાજે 30 કરોડ રૂપિયા કિંમતની ભગવાન શ્રીરામની પ્રતિમા અર્પણ કરી છે. ખાસ વાત એ છે કે દાનદાતાએ પોતાની ઓળખ જાહેર ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે અને આ ભેટને પ્રભુ શ્રીરામના ચરણોમાં સમર્પણ તરીકે દર્શાવી છે.

આ પ્રતિમા કર્ણાટકની પરંપરાગત શિલ્પ શૈલીમાં તૈયાર કરવામાં આવી 

આ પ્રતિમા કર્ણાટકની પરંપરાગત શિલ્પ શૈલીમાં તૈયાર કરવામાં આવી છે, જે તેની સૂક્ષ્મ નકશી, સંતુલિત આકાર અને આધ્યાત્મિક અભિવ્યક્તિ માટે જાણીતી છે. પ્રતિમામાં ભગવાન શ્રીરામને દિવ્ય અને રાજસી સ્વરૂપમાં દર્શાવવામાં આવ્યા છે. તેના નિર્માણમાં ઉચ્ચ ગુણવત્તાની ધાતુનો ઉપયોગ થયો છે, જેના ઉપર શુદ્ધ સોનાં અને ચાંદીની પરત ચઢાવવામાં આવી છે. સાથે સાથે પ્રતિમામાં કીંમતી હીરા અને રત્નો જડાયેલા છે, જે તેની ભવ્યતામાં વધારો કરે છે.

આ પ્રતિમા માત્ર તેના મૂલ્યવાન આભૂષણો માટે જ નહીં, પરંતુ તેની કલાકારી માટે જાણીતી

મંદિર ટ્રસ્ટ સાથે જોડાયેલા સૂત્રો અનુસાર, આ પ્રતિમા માત્ર તેના મૂલ્યવાન આભૂષણો માટે જ નહીં, પરંતુ તેની કલાકારી ઉત્તમતા અને ધાર્મિક ભાવના માટે પણ વિશેષ ગણાય છે. કર્ણાટકના અનુભવી શિલ્પકારોએ મહીનાઓની મહેનતથી આ પ્રતિમા તૈયાર કરી છે. દરેક અંગ, મુખમુદ્રા અને વસ્ત્રોની રેખાઓમાં શાસ્ત્રીય પરંપરાનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે.

આ પ્રતિમા ક્યાં સ્થાપિત થશે

હવે પ્રશ્ન એ છે કે આ પ્રતિમા ક્યાં સ્થાપિત થશે. પ્રાપ્ત માહિતી મુજબ, આ પ્રતિમાને રામ મંદિર પરિસરના એક વિશેષ મંડપ અથવા પ્રદર્શન સ્થળમાં સ્થાપિત કરવાની યોજના છે, જ્યાં શ્રદ્ધાળુઓ સરળતાથી દર્શન કરી શકશે. આ પ્રતિમા ગર્ભગૃહમાં સ્થાપિત મુખ્ય રામલલ્લાની મૂર્તિનું સ્થાન નહીં લે, પરંતુ મંદિર પરિસરની શોભા અને આધ્યાત્મિક ગૌરવને વધારશે.

રામ મંદિર ટ્રસ્ટે આ ભેટને ભક્તોની અડગ શ્રદ્ધાનો પ્રતિક ગણાવ્યો છે. આ દાન માત્ર ધાર્મિક આસ્થાનું પ્રતિબિંબ નથી, પરંતુ ભારતની સમૃદ્ધ કલા, શિલ્પ અને પરંપરાની મહિમા પણ ઉજાગર કરે છે.

આ પણ વાંચો: Mata Vaishno Devi Temple: માતાના દર્શને જતાં પહેલા શ્રદ્ધાળુઓ ધ્યાન આપો, નવા વર્ષે બદલાશે યાત્રાના નિયમ

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)