એક સનાતનીના જીવનમાં જન્મથી અંત સુધી ભગવાન રામનું નામ આસ્થા અને સંસ્કારો સાથે જોડાયેલું રહે છે. વૈદિક પંચાંગ અનુસાર દર વર્ષે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિને ભગવાન શ્રીરામનો જન્મોત્સવ “રામ નવમી” તરીકે ભક્તિભાવથી ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ મુજબ ભગવાન શ્રીરામનો જન્મ આ પવિત્ર તિથિએ અભિજિત મુહૂર્તમાં અયોધ્યા નગરીમાં થયો હતો.

અભિજિત મુહૂર્તમાં અયોધ્યા નગરીમાં થયો 

તો ચાલો જાણીએ કે આ વર્ષે રામલલાનો જન્મોત્સવ કયા દિવસે ઉજવાશે અને કઈ પૂજા વિધિથી ભગવાન શ્રીરામની વિશેષ કૃપા પ્રાપ્ત થઈ શકે. અહીં શુભ મુહૂર્તથી લઈને રામ નવમીના ધાર્મિક મહત્વ સુધીની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે.

રામ નવમી 2026 શુભ મુહૂર્ત

પંચાંગ અનુસાર ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિ આ વર્ષે 26 માર્ચ 2026ના રોજ સવારે 11:48 વાગ્યે શરૂ થઈને 27 માર્ચ 2026ના રોજ સવારે 10:06 વાગ્યા સુધી રહેશે. તેથી અલગ-અલગ પરંપરાઓમાં રામ નવમી અલગ દિવસે ઉજવાય છે. સ્માર્ત પરંપરા અનુસાર 26 માર્ચે રામ નવમી ઉજવાશે, જ્યારે ઉદયાતિથિ માનનારા વૈષ્ણવ ભક્તો 27 માર્ચે ઉજવણી કરશે. પંચાંગ મુજબ 26 માર્ચે મધ્યાહ્ન પૂજા મુહૂર્ત સવારે 11:13થી બપોરે 1:41 સુધી રહેશે અને 27 માર્ચે પણ આ સમય પૂજા માટે શુભ માનવામાં આવે છે.

ભગવાન શ્રીરામની પૂજા વિધિ

બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરીને શરીર અને મન શુદ્ધ કરો.

સૂર્યદેવને અર્ઘ્ય આપો અને આશીર્વાદ મેળવો.

ત્યારબાદ ભગવાન શ્રીરામની પૂજા, વ્રત અને જપ-તપ કરવાનો સંકલ્પ લો.

ઘર પર પૂજા કરતા હો તો ઈશાન ખૂણામાં પીળું કપડું પાથરીને ભગવાન શ્રીરામની મૂર્તિ અથવા ચિત્ર સ્થાપિત કરો.

ગંગાજળથી અભિષેક કરીને ચંદન, ફૂલ, ધૂપ, દીપ, ફળ અને મીઠાઈ અર્પણ કરો.

રામ મંત્ર જપ, રામ રક્ષાસ્તોત્ર અથવા રામચરિતમાનસનું પાઠ કરવું શુભ માનવામાં આવે છે.

અંતે આરતી કરીને પ્રસાદ વહેંચો.

રામ નવમીનું ધાર્મિક મહત્વ

માન્યતા છે કે આ દિવસે ભગવાન શ્રીરામની ભક્તિ અને વ્રત રાખવાથી જીવનની મુશ્કેલીઓ દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિ મળે છે. સચ્ચા મનથી ભક્તિ કરનારને શાંતિ, આનંદ અને સફળતા પ્રાપ્ત થાય છે તેમજ અંતે મોક્ષના માર્ગે પ્રગતિ થાય છે.

આ પણ વાંચો: Surya And Mangal Yuti 2026: મેષ, ધન, કુંભ અને સિંહ રાશિને મળશે ભાગ્યનો સાથ

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)