મે મહિનાની શરૂઆતમાં બનતો આ રાજયોગ જ્યોતિષ શાસ્ત્રમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જ્યારે મંગળ પોતાની સ્વરાશિ (મેષ અથવા વૃશ્ચિક)માં મજબૂત સ્થિતિમાં હોય, ત્યારે આ યોગ બને છે.

આ રાજયોગના પ્રભાવથી વ્યક્તિમાં સાહસ, આત્મવિશ્વાસ અને નેતૃત્વ ક્ષમતા વધે છે. નોકરી, બિઝનેસ અને સ્પર્ધાત્મક ક્ષેત્રોમાં સકારાત્મક પરિણામ મળી શકે છે. ઘણા લોકો માટે આ સમય નવી શરૂઆત અને મોટા નિર્ણયો લેવા માટે અનુકૂળ સાબિત થઈ શકે છે.

રૂચક રાજયોગ શું છે?

જ્યોતિષ મુજબ જ્યારે મંગળ ગ્રહ પોતાની સ્વરાશિ અથવા ઉચ્ચ રાશિમાં મજબૂત સ્થિતિમાં હોય ત્યારે રૂચક રાજયોગ બને છે. આ યોગ વ્યક્તિને બહાદુર, આત્મવિશ્વાસુ અને નેતૃત્વ ક્ષમતા ધરાવતો બનાવે છે.

મેષ રાશિ

મેષ રાશિના સ્વામી મંગળ છે અને આ સમયે તે પોતાની જ રાશિમાં મજબૂત રહેશે, જેના કારણે રૂચક રાજયોગનો વિશેષ લાભ મળશે. આત્મવિશ્વાસ વધશે અને કરિયરમાં આગળ વધવાની તકો મળશે. આર્થિક લાભની શક્યતા છે. અભ્યાસમાં સારા પરિણામ મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે અને ઊર્જા પણ ભરપૂર રહેશે. રમતગમત અથવા સ્પર્ધામાં જોડાયેલા લોકો માટે સમય ખાસ રહેશે.

મિથુન રાશિ

મિથુન રાશિ માટે મંગળનું આ ગોચર લાભદાયક રહેશે. ધન કમાવવાના નવા અવસર મળશે. અટકેલા પૈસા પાછા મળી શકે છે. રોકાણમાંથી લાભ મળશે. પ્રોપર્ટી સંબંધિત નિર્ણય તમારા પક્ષમાં રહેશે. નોકરી શોધી રહેલા લોકોને સારા સમાચાર મળી શકે છે. સમાજમાં માન-સન્માન વધશે.

આ પણ વાંચો: Morning vastu: સવારે ઉઠતાની સાથે જ ન કરશો આ ભૂલ, થઇ જશો કંગાળ

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)