સૂર્ય પુત્ર શનિદેવ અને મંગળ જ્યારે ભેગા થાય ત્યારે ખુબજ ખતરનાક યોગ રચે છે. 28 જુલાઇ મંગળ ગ્રહ પોતાની શત્રુ બુધની રાશિ કન્યામાં પ્રવેશ કરી ચુક્યા છે. તો શનિદેવ મીન રાશિમાં ગોચર કરી રહ્યા છે. શનિ અને મંગળના આમને સામને આવવાથી સમસપ્તક યોગની રચના થઇ રહી છે. આ ખતરનાક યોગથી ખુબજ ખરાબ અસર આ રાશિ પર જોવા મળશે આ રાશિએ ખુબજ સંભાળીને ફૂંકી ફુંકીને ડગલા માંડવા નહીતો તેઓ પારાવાર મુશ્કેલીમાં ફસાઇ જશે.

મેષ રાશિ

આ રાશિ પર સંકટના વાદળ ઘેરાશે મુશ્કેલી તમને ઘેરી લેશે. નાણા ફસાઇ જશે. તમને તમારા નિર્ણયથી મુશ્કેલી પડશે. વેપારીઓને નુકસાન થશે. નોકરીયાત લોકોને તેમના કાર્યસ્થળે મુશ્કેલી પડશે. જે પણ કરશો તેમાં પાછા પડશો. આર્થિક સમસ્યા ઘેરી લેશે આથી મન મુંઝાયેલુ રહેશે. એક પછી એક મુશ્કેલી આવતા મનભારે થઇ જશે. શનિદેવ અને મંગળદેવના મંત્ર જાપ કરવાથી મન શાંત રહેશે.

મિથુન રાશિ

શનિ અને મંગળની યુતિથી ધનહાની થશે. કામના સમયે મુશ્કેલી થશે. કાર્યસ્થળ પર લાપરવાહી કરતા મુશ્કેલી આવશે. તબિયતની કાળજી રાખજો. રોકાણ કરવાથી ફાયદાની જગ્યાએ નુકસાન થશે.

કર્ક રાશિ

શનિ અને મંગળનું અશુભ યુતિ હાનિકારક સાબિત થઈ શકે છે. કારણ કે સૂર્ય દેવ તમારી રાશિમાં સ્થિત છે. ઉપરાંત, 17 ઓગસ્ટના રોજ, તે કેતુ સાથે બીજા ઘરમાં જશે. રાહુ આઠમા ઘરમાં અને મંગળ ત્રીજા ઘરમાં રહેશે. શનિ ભાગ્ય સ્થાનમાં રહેશે. તેથી, સંસપ્તક યોગમાં 5 ગ્રહો આવશે. તેથી, આ સમયે તમને પૈસાનું નુકસાન થઈ શકે છે. તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. કોઈ બાબતમાં તણાવ થઈ શકે છે. તમારા જીવનસાથી સાથે અણબનાવ થઈ શકે છે.