માન્યતા મુજબ, કેટલાક ખાસ સ્થાનો પર તલ હોવું વ્યક્તિના ભાગ્ય, સ્વભાવ અને ભવિષ્ય અંગે સંકેત આપે છે. ખાસ કરીને મહિલાઓના શરીરના કેટલાક ભાગોમાં તલ ખૂબ શુભ માનવામાં આવે છે, જે ધન, સમૃદ્ધિ અને સદ્ભાગ્યનું પ્રતિક હોય છે.
જેમના માથા પર તલ હોય છે, તેવી મહિલાઓ ખૂબ ભાગ્યશાળી હોય છે
કહેવાય છે કે જેમના માથા પર તલ હોય છે, તેવી મહિલાઓ ખૂબ ભાગ્યશાળી હોય છે. આ તલ તેમના જીવનમાં સફળતા, માન-સન્માન અને સંપત્તિ લાવનાર માનવામાં આવે છે. આવી મહિલાઓ પરિવાર માટે પણ શુભ માનવામાં આવે છે.
નાક પર તલ હોવું પણ સમૃદ્ધિ અને આકર્ષણનું નિશાન
નાક પર તલ હોવું પણ સમૃદ્ધિ અને આકર્ષણનું નિશાન માનવામાં આવે છે. આવી મહિલાઓ આત્મવિશ્વાસી અને પ્રભાવશાળી હોય છે, જે પોતાના નિર્ણયોથી પરિવારને આગળ વધારવામાં મદદ કરે છે.
હોઠ નજીક તલ ધરાવતી મહિલાઓ ખૂબ આકર્ષક
હોઠ નજીક તલ ધરાવતી મહિલાઓ ખૂબ આકર્ષક અને મીઠા સ્વભાવની ગણાય છે. તેમના વર્તનથી ઘરમાં પ્રેમ અને ખુશીઓનું વાતાવરણ રહે છે.
આંગળીઓ પર તલ હોવું આર્થિક મજબૂતી અને ધનલાભનું પ્રતિક
હાથની હથેળી અથવા આંગળીઓ પર તલ હોવું આર્થિક મજબૂતી અને ધનલાભનું પ્રતિક છે. આવી મહિલાઓ મહેનતુ અને સમજદાર હોય છે, જે પૈસાનું યોગ્ય સંચાલન કરી શકે છે.
કમર અથવા પીઠ પર તલને પણ ખૂબ શુભ માનવામાં આવે છે. તે સુખ-સુવિધાઓ અને વૈવાહિક સુખનો સંકેત આપે છે.
પગ પર તલ હોવું પ્રગતિ અને યાત્રાનો સંકેત છે. આવી મહિલાઓ જીવનમાં સતત આગળ વધે છે અને પરિવારનું નામ રોશન કરે છે.
આ માન્યતાઓ અનુસાર, આવા તલ ધરાવતી મહિલાઓને સક્ષાત્ માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે તેઓ પોતાના સાસરિયામાં સુખ, સમૃદ્ધિ અને સકારાત્મક ઊર્જા લાવે છે. જો કે, આ તમામ વાતો પરંપરાગત માન્યતાઓ પર આધારિત છે અને તેને આસ્થાના રૂપમાં જ જોવી જોઈએ.
આ પણ વાંચો: Jagannath Temple Mystery: પુરી જગન્નાખ મંદિરના એ 5 રહસ્ય, આજે પણ વિજ્ઞાનને આપે પડકાર
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)