તમે ચહેરાની બનાવટ અને હાવ-ભાવથી સ્વભાવનો અંદાજ લગાવી શકાય તે વાત સાંભળી જ હશે, પણ શું તમે જાણો છો કે શરીરના કેટલાક ખાસ અંગોથી વ્યક્તિના ભાગ્ય અને ભવિષ્ય અંગે તાગ મેળવી શકાય છે. સામુદ્રિક શાસ્ત્ર અનુસાર શરીરની બનાવટ ચહેરો, હાવભાવ, હાથ-પગની આંગળીઓ અને તેના પર રહેલા નિશાન જેમકે વાળ, તલ, મસ કે લાખા પરથી વ્યક્તિત્વ અને ભવિષ્ય અંગે સચોટ માહિતી મેળવી શકાય છે.

સામુદ્રિક શાસ્ત્રમાં વિસ્તૃત વર્ણન મળે છે કે જો વ્યક્તિના પગના અંગૂઠા પર વાળ હોય તો તેનો શું મતલબ છે

શુભ સંકેત આપે પગની આંગળી પર રહેલા વાળ

સામુદ્રિક શાસ્ત્ર અનુસાર પગની આંગળીઓ કે અંગૂઠા પર વાળ હોય તો તે ખુબ જ શુભ નિશાની છે. સામાન્ય રીતે આવા લોકોની સંખ્યા ખુબ ઓછી હોય છે, આવા લોકો ખુબજ પ્રગત્તિ કરે છે. જીવનમાં આગળ વધે છે અને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે.

ઉજ્જવળ ભવિષ્ય અને સફળતાનું પ્રતીક

સામુદ્રિક શાસ્ત્ર કહે છે કે પગમાં રહેલી આંગળીઓ પર જો વાળ હોય તો મજબૂત ભાગ્ય હોવાના સંકેત છે. આવા જાતકો ખુબજ મહેનતુ હોય છે જેમને ભાગ્યનો પૂરતો સાથ સહયોગ મળે છે. તેઓ પોતાના પ્રયાસથી જીવનમાં સફળતાની સીડીઓ ચડે છે. તેઓ જીવનમાં ક્યારેય હાર નથી માનતા. તેમની આર્થિક સ્થિતિ મજબૂત રહે છે.

ભાગ્યવાન હોય છે આ લોકો

જે લોકોના પગમાં આંગળી પર વાળ હોય તેઓ કિસ્મતના ભરોસે બેસી રહેતા નથી, કર્મોથી સફળતા પ્રાપ્ત કરે છે. તેઓ જવાબદારી લે છે અને મહેનત કરીને આગળ વધે છે. સામુદ્રિક શાસ્ત્ર અનુસાર આવા લોકો ખુબજ પ્રભાવશાળી હોય છે. ભાગ્ય કરતા કર્મ પર કરે છે વિશ્વાસ, આવા લોકોનો હાથ ક્યારેય ખાલી રહેતો નથી.

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)