આ શાસ્ત્રમાં ચહેરા અને શરીરની રચના, ચિહ્નો, તિલ અને મસ્સાના આધારે વ્યક્તિના સ્વભાવ અને ભવિષ્ય વિશે આગાહી કરવામાં આવે છે. ચાલો જાણીએ મહિલાઓના શરીરના કયા અંગ પર તલ હોવો રાજયોગ અને સુખ-સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે.

કપાળ પર તલ

સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જે મહિલાઓના કપાળ પર તલ હોય છે તેઓ ખૂબ ભાગ્યશાળી માનવામાં આવે છે. માન્યતા છે કે આવા તલથી જીવનમાં ધન, યશ અને માન-સન્માન મળે છે. તેમનું લગ્ન જીવન પણ સુખમય રહે છે અને તેઓ રાજસી જીવન જીવે છે.

નાક પર તલ

જેનાં નાકની જમણી બાજુ તલ હોય એવી મહિલાઓને નસીબદાર માનવામાં આવે છે. આ તલના પ્રભાવથી જીવનમાં સુખ-સુવિધાઓ, ખુશીઓ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. તેમનું ઘર હંમેશા ખુશહાલ રહે છે.

કમર પર તલ

કમર પર તલ હોવું સામુદ્રિક શાસ્ત્રમાં રાજયોગનું સંકેત માનવામાં આવે છે. આવા તલ ધરાવતી મહિલાઓને સૌભાગ્ય, વૈભવ અને રાજસી જીવન પ્રાપ્ત થવાનું કહેવાય છે.

પગના અંગૂઠા અને તળિયામાં તલ

પગના અંગૂઠા પર તલ હોય તો મહિલાઓને સમાજમાં યશ અને પ્રતિષ્ઠા મળે છે. જ્યારે પગના તળિયામાં તલ હોય એવી સ્ત્રીઓ પ્રવાસપ્રેમી અને આનંદમય જીવન જીવતી હોય છે. આવા તલને શુભ અને ભાગ્યવર્ધક માનવામાં આવે છે.

આ પણ વાંચો: Vastu Upay: તમારા રસોડામાં રહેલો લોટ બનાવી શકે અમીર, બસ આ ઉપાય અજમાવી જુઓ

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)