જ્યોતિષમાં તેને એક “રહસ્યમય પુલ” તરીકે માનવામાં આવે છે, જ્યાંથી અચાનક ભાગ્યમાં ફેરફાર શરૂ થઈ શકે છે. આ યોગ વ્યક્તિને તેના જીવનના સાચા હેતુ તરફ આગળ વધવા માટે પ્રેરણા આપે છે. 24 એપ્રિલે આ ખાસ યોગ બનશે, જે શુક્ર અને શનિ દ્વારા રચાશે. શુક્ર-શનિના આ યોગથી 3 રાશિઓને જબરદસ્ત લાભ મળી શકે છે.

વૃષભ રાશિ

શુક્ર તમારી જ રાશિના સ્વામી હોવાથી આ સપ્તાંક યોગ તમારા માટે ખૂબ જ ખાસ રહેશે. અચાનક ધનલાભના યોગ બનશે. અટકેલા પૈસા પાછા મળી શકે છે. કારકિર્દીમાં સ્થિરતા આવશે.નોકરીમાં પ્રમોશન અથવા નવી જવાબદારી મળી શકે છે. રોકાણમાંથી ફાયદો મળશે. સંબંધોમાં મધુરતા વધશે અને જીવનસાથીનો સહકાર મળશે. તમારી મહેનત હવે પરિણામ આપતી જોવા મળશે.

તુલા રાશિ

તુલા રાશિના જાતકો માટે આ યોગ ભાગ્યને તેજ બનાવનાર સાબિત થશે. કિસ્મત સાથ આપશે. આવકના નવા સ્ત્રોત ઉભા થઈ શકે છે. વ્યવસાયમાં વિસ્તાર થશે કોઈ જૂનો પ્રોજેક્ટ સફળ થઈ શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. પરિવારમાં ખુશીઓ આવશે. સામાજિક માન-સન્માન વધશે. અચાનક કોઈ શુભ સમાચાર મળી શકે છે.

મકર રાશિ

મકર રાશિના જાતકો માટે આ યોગ મહેનતનું પૂરું ફળ આપનાર સાબિત થશે. લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે. ધન સંગ્રહમાં વધારો થશે. બેંક બેલેન્સ મજબૂત બનશે. કારકિર્દીમાં પ્રગતિના સંકેતો છે. વરિષ્ઠોનો સહકાર મળશે. નવી યોજનાઓ સફળ થશે. આત્મવિશ્વાસ વધશે. જીવનમાં સ્થિરતા અને સંતુલન જળવાઈ રહેશે.

આ પણ વાંચો: Gajlakshmi Rajyog : 14મેના રચાશે ગજકેસરી રાજયોગ, શુક્ર-ગુરુની યુતિ કરાવે ફાયદો

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)