વૈદિક જ્યોતિષમાં શનિદેવને દંડનાયક એટલે કે કર્મ અનુસાર ફળ આપનાર દેવતા માનવામાં આવે છે. શનિદેવ પલમાં રાજાને રંક તો પલમાં રંકને રાજા બનાવી શકે છે. શનિદેવ માર્ગી કે વક્રી થાય ત્યારે જાતકો પર તેની સીધી અસર પડે છે. મીન રાશિ પર ગુરૂ ગ્રહનો પ્રભાવ છે. શનિદેવ હાલ માર્ગી છે જેની અસર તમામ રાશિ પર પડી રહી છે જો કે એવી ત્રણ રાશિ છે જેના પર શનિદેવનો પ્રભાવ વધારે જોવા મળે છે.
કુંભ રાશિ
આ રાશિ પર શનિદેવની વિશેષ કૃપા રહેશે. શનિદેવ તમારી રાશિના સ્વામી છે. તમારી રાશિમાં બીજા ભાવે માર્ગી થવાથી આ રાશિને બમ્પર લાભ થશે. અચાનક ધન-સંપત્તિ મળશે. તમારા રચનાત્મક કાર્ય રંગ લાવશે. તમને ફાયદો થશે. રોકાણથી લાભ થશે ધનલાભ થવાની શક્યતા છે. અટકેલા કામ થશે.
મિથુન રાશિ
આપને અનુકુળ વાતાવરણ મળશે. શનિદેવ તમારી રાશિમાં કર્મભાવ પર માર્ગી રહેશે. શનિદેવ તમારી રાશિથી ભાગ્યના સ્થાને હોવાથી સફળતા મળશે. દેવાથી છુટકારો મળશે. સંબંધો મજબૂત રહેશે. ઘરનુ વાતાવરણ સારૂ રહેશે.
કર્ક રાશિ
શનિદેવના માર્ગી થવાથી તમને શુભ ફળ મળશે. ભાગ્યનો સાથ રહેશે. રોકાણથી લાભ થશે. જુના મિત્રો મળતા સમય સારો પસાર કરી શકશો. માંગલિક કે ધાર્મિક કાર્યક્રમમાં જોડાઇ શકશો. અચાનક નાણાકીય લાભ થાય. અટકેલા કામ થશે.