પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, ભક્તો શિવભક્તિમાં લીન થયા છે. શિવજીની ભક્તિ કરતા ભક્તો મંદિરોમાં ઉમટી રહ્યા છે. શ્રાવણ મહિનો શિવજીને ખુબજ પ્રિય છે. શિવજીના અનેક નામ છે. દરેક નામનો એક અલગ જ અર્થ છે. શિવભક્તો શિવજીને આ નામથી મંત્રજાપ કરી રહ્યા છે. ક્યારેક શિવજી રૂદ્ર તો ક્યારેક નીલકંઠ તો ક્યારેક અર્ધ નારેશ્વર કહેવાયા જાણીએ આ નામનો અર્થ.

રૂદ્ર

ભગવાન શિવનું ઉગ્ર અને અદ્ભૂત રૂપ જે સૃષ્ટિના વિનાશનું પ્રતીક. પરિવર્તન અને પુનર્જન્મની શરૂઆત

મહાદેવ

મહાદેવનો અર્થ મહાન દેવ મુખ્ય દેવતા, ભગવાન શિવનું લોકપ્રિય નામ છે. દેવોના દેવ ભગવાન શિવ મહાદેવ કહેવાયા

કાલ ભૈરવ

કાળનો અર્થ છે સમય, ભૈરવનો અર્થ ભયનો નાશ, મૃત્યુના ભયને સમાપ્ત કરે છે

નીલકંઠ

નીલકંઠનો અર્થ નીલકંઠ ગળાવાળા,

અર્ધ નારેશ્વર

આ રૂપ ભગવાન શિવ અને માં પાર્વતી શિવ અને શક્તિનું પ્રતિક છે, સૃષ્ટીની પૂર્ણતા દર્શાવે છે

બટુક ભૈરવ

બટુક ભૈરવ એ દર્શાવે છે કે શક્તિ ઉમરમાં નહી ચેતના અને ઉર્જામાં હોય છે જે રક્ષક પણ છે અને ભક્ષક પણ

નટરાજ

નટરાજ ભગવાન શિવનું એક દિવ્ય રૂપ છે, જેને નૃત્યના દેવતા તરીકે પૂજવામાં આવે છે

ભૂતનાથ

ભૂતનાથનો અર્થ છે પ્રેત, આત્મા અને પંચભૂતોના સ્વામી

વીરભદ્ર

વીરભદ્રનો અર્થ છે ખુબજ ક્રોધી

પશુપતિ

સમસ્ત પશુઓના સ્વામી

આદિયોગી

શિવને આદિયોગી તરીકે પણ ઓળખવામાં આવે છે, જે યોગ અને ધ્યાનના પ્રથમ ગુરુ છે

આશુતોષ

સરળતાથી પ્રસન્ન થનાર

ગંગાધર

ગંગાને ધારણ કરનાર

ભૈરવ

મૃત્યુના ભયને દૂર કરનાર

દક્ષિણામૂર્તિ

જ્ઞાનના સ્વામી