શ્રાવણમાં ભક્તો શિવજીના વિવિધ સ્વરૂપોની પૂજા કરે છે. શિવપૂજામાં પાર્થિવ શિવલિંગનો અનોખો મહિમા છે. પાર્થિવ શિવલિંગની પૂજા કરતા પહેલા ખાસ નિયમોનું પાલન કરવાનું રહે છે. શિવનું પાર્થેશ્વર સ્વરૂપ એટલે માટીથી બનાવીને શિવજીને સ્થાપિત કરવા, શ્રાવણમાં પાર્થિવ શિવલિંગનો વિશેષ મહિમા છે. આ પૂજાથી શિવજી ખુબ જલ્દી પ્રસન્ન થાય છે. શાસ્ત્રોક્ત વિધિવિધાનની રીતે જુઓ તો શિવપૂજા કરવાથીભક્તો પર આખુ વર્ષ શિવજીના વિશેષ આશિર્વાદ રહે છે.
આ વખતે શ્રાવણમાં જો તમે પણ ઘરે શિવપૂજા કરવા માગતો હોતો જાણીલો ખાસ નિયમ. જેનાથી શિવપૂજામાં થતી નાની ભૂલોને સરળતાથી ટાળી શકાય.
પાર્થિવ શિવલિંગ બનાવવાના નિયમ
પાર્થિવ શિવલિંગ બનાવવા સૌ પ્રથમ નદી કિનારેથી, તળાવ કે કોઇ સરોવરમાંથી માટી બે હાથથી ખોદીને લાવો અને માટી લાવો. જો આ શક્ય ન હોય તો તમે ઘરમાં રહેલા કુંડાની માટી લાવી શકો છો. આ માટીને ચાળીલો, તેમાં થોડું ગંગાજળ, કાચુ દૂધ ભેળવી માટીને ભીની કરો. આ માટી એટલી કઠણ પીંડ સ્વરૂપની હોવી જોઇએ કે તેનાથી યોગ્ય આકાર બની શકે. હવે એક બાજોઠ પર બીલીપત્ર સ્થાપિત કરી તેના પર ગંગાજળ છાંટો. તેના પર જ શિવજીને સ્થાપિત કરો એટલે કે શિવલિંગ બનાવો. આ શિવલિંગનો આકાર અંગુઠાથી મોટો ન હોય તે વાતનું ખાસ ધ્યાન રાખો.
આ સાથે એક ચોકી પર 108 કે 1008 શિવલિંગ બનાવી સ્થાપિત કરો
આ સાથે એક ચોકી પર 108 કે 1008 શિવલિંગ બનાવી સ્થાપિત કરો. પ્રમુખ સ્વરૂપ સાથે સ્થાપિત કરો. હવે શિવલિંગ પર ભસ્મ અર્પણ કરો. અને શિવજીનું આહ્વાગન કરો.
હવે શિવલિંગ પર જળાભિષેક કરો. શિવજી પર શ્રદ્ધા અનુસાર પુષ્પ, ગંધ, દ્રવ્ય અર્પિત કરોનમ: શિવાયનો જાપ કરો. આરાધના પૂરી કર્યા પછી શિવજીની આરતી કરો. શિવજીને જેટલી શ્રદ્ધાથી સ્થાપિત કર્યા એટલાજ ભાવ સાથે પૂજન સમાપ્ત થયા બાદ સાફ પાત્રમાં પાણી લઇને વિસર્જીત કરો. આ પાણી પીપળાના જાડવાળા ક્યારામાં પધરાવો પણ તુલસીજીમાં આ પાણી ન ચડાવો.