શિવજીને પ્રિય એવો શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. આ મહિનામાં ભક્તો શિવજીની આરાધના કરે છે. તેમના પર શિવજીના વિશેષ આશિર્વાદ પ્રાપ્ત થાય છે. આવતી કાલે શ્રાવણનો પ્રથમ સોમવાર છે. શિવમંદિરોમાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડશે. આ સાથે ગ્રહોનો ખુબજ શુભ સંયોગ રચાઇ રહ્યો છે. શ્રાવણના સોમવારે ચંદ્ર, મંગળ અને ગુરૂનું ગોચર થઇ રહ્યુ છે.
દ્રિક પંચાંગ મુજબ 28 જુલાઈ 2025ના રોજ શ્રાવણ માસના શુક્લ પક્ષની ચતુર્થી અને પંચમી તિથિ હશે. જ્યારે પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર, ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર, પરિઘ યોગ, શિવ યોગ, વણિક કરણ, વિષ્ટિ કરણ અને બાવ કરણનો સંયોગ છે. આ સિવાય ચંદ્ર અને મંગળ કન્યા રાશિમાં અને ગુરુ અર્દ્રામાં ગોચર કરશે.
પવિત્ર શ્રાવણના સોમવારે કઇ રાશિ પર શિવજી રહેશે પ્રસન્ન જાણીએ વિસ્તારથી
મેષ રાશિ
શ્રાવણના સોમવારે ચંદ્ર, મંગળ અને ગુરૂનું ગોચર તમારા માટે શુભ રહેશે. જીવનમાં ઉત્સાહ છલકાશે. રચનાત્મક કાર્યથી પ્રગત્તિ થશે. આત્મવિશ્વાસમાં વધારો થશે. તમારી યોજનાઓ સફળ થશે. અટવાયેલા નાણા પરત મળશે. સફળતા તમારી સાથે રહેશે. વેપારીઓને લાભ થશે. મુશ્કેલી દૂર થશે.
સિંહ રાશિ
સિંહ રાશિ માટે આજનો દિવસ ખાસ રહેશે. આત્મવિશ્વાસ વધતા કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે. જીવનમાં ખુશી આવશે. સમાજમાં માન સન્માન વધશે. આધ્યાત્મિક કાર્ય કરી શકશો. રોકાણથી લાભ થશે. અચામક ધનલાભ થશે. ઉન્નતિના માર્ગ મોકળા થશે. સકારાત્મક વાતાવરણ મનને હળવુ ફૂલ બનાવશે. કાર્યમાં સડસડાટ પ્રગત્તિ થશે.
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.