ઉત્તરભારતમાં હાલ શ્રાવણની શરૂઆત થઇ ચુકી છે. શિવજીના આશિષ મેળવવા આ દિવસોમાં વિશેષ પૂજા અર્ચના થાય છે. જેનાથી સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. આ વખતે શ્રાવણમાં કુલ 4 સોમવાર છે. આ દિવસે શિવલિંગ પર બિલીપત્ર, ધતુરો, ભસ્મ, ફૂલ ચડાવવામાં આવે છે. શિવજી પર અભિષેક કરવાનું વિશેષ મહત્ત્વ છે.
શિવરાત્રિ 23 જુલાઇએ છે. શિવપુરાણ અનુસાર શ્રાવણની શિવરાત્રિએ ભગવાન શિવજીની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. શિવલિંગ પર જળ ચડાવ્યા બાદ આ 3 જગ્યાએ સ્પર્શ કરવાથી વિશેષ લાભ પ્રાપ્ત થશે. તમામ મનોકામના પૂર્ણ થશે. આઓ જાણીએ આ સ્થાન ક્યુ છે.
પહેલુ સ્થાન જલધારી
શિવપુરાણ અનુસાર મહિલાઓએ શિવલિંગ પર બસ્તકમળથી જલધારીને સ્પર્શ કરવી જોઇએ, જ્યાંથી જળ શિવજી પર પડે છે. આ સ્થાન સ્પર્શ કરવાથી ખુબજ શુભ થાય છે.
બીજુ સ્થાન માતા પાર્વતીના હસ્તકમળ
શિવલિંગની ચારેબાજુના સ્થાન પર માતા પાર્વતીનો વાસ હોય છે. જેને માતા પાર્વતીના હસ્તકમલ કહેવામાં આવે છે. જળ ચડાવવાની સાથે માતા પાર્વતીના હસ્તકમળનો સ્પર્શ કરવો જોઇએ.
ત્રીજુ સ્થાન જલધારીની સામેની બાજુ
શિવપુરાણ અનુસાર મહિલાએએ શિવલિંગના આ સ્થાનને સ્પર્શ કરવો જોઇએ, જ્યાં શિવલિંગ પર જલધારીનું વિપરીત સ્થાન છે.
શિવલિંગ પર શિવપરિવારનો વાસ
શિવલિંગમાં ફક્ત શિવજીનો નિવાસ નથી એ સ્થાને સમગ્ર શિવપરિવાર બીરાજે છે. શિવલિંગ જલધારીની ડાબી બાજુ ભગવાન ગણેશજી, જમણી બાજુ કાર્તિકેય, જલધારીની વચ્ચે પુત્રી અશોક સુંદરીનો વાસ છે. જલાધારીના ગોળાકાર ભાગમાં પાર્વતીના હસ્તકમળ અંતે લિંગમાં ભગવાન શિવજી બીરાજમાન થાય છે.